________________ 0 0 0 0 0 0 0 બુદ્ધિને અદ્ભૂત ચમત્કાર H 221: અને આ નગરીનો હવે જરૂર પ્રલય જ થશે તેવી સર્વ લોકો આશકા કરવા લાગ્યા. આ બાજુ ભંભાસાર શ્રેણિક મહારાજના સર્વ ઉપાય કરવામાં પ્રવીણ બુદ્ધિવાળા અભયકુમારે દંભ પૂર્વક ચંડu-. ઘોત રાજાને એક ગુપ્ત લેખપત્ર મોકલ્યો. તેમાં લખ્યું કે,. - “સ્વસ્તિ શ્રી રાજગૃહી નગરીથી આપ જે સ્થળે રહ્યા છે, તે સ્થળે આપના ચરણકમળ પ્રત્યે આપને સેવક અભકુમાર વિજ્ઞપ્તિ કરે છે. આપનું હંમેશાં શુભ ચિંતવનાર . સેવકના પ્રણામ સ્વીકારશે, અને અત્યારે આપને ઉપયોગી. હોવાથી એક જરૂરની વિનંતિ ગુપ્ત રીતે કરવાની છે, તે વિનંતિ એ કે; “હે સ્વામીનું ! શિવાદેવી આપણું રાણું મારે તે મારી માતા ચેલણાની સરખા જ પૂજ્ય છે, તેથી હિતકારી વાત મારે કહેવરાવવી પડે છે તે સાંભળો. ભેદ. ઉપાય કરવામાં કુશળ મારા પિતાએ તમાશ સવે રાજાઓને ખૂટલા છે, તેને ભેદ કરાવેલ છે. ગઈ કાલે જ તેઓને મારા પિતાએ મહેરનો ભંડાર આપેલ છે. તમને પકડીને. અમારે તાબે કરવાને માટે આ ઉદ્યમ તેમણે કરેલા છે. તેઓ તમને પશુની માફક દોરડા વડે બાંધીને મારા પિતા પાસે રજુ કરશે, અને ધનવડે તે રાજાઓ પોતાના આત્માને સંતોજશે; આ પ્રમાણે નિશ્ચિત હકીકત બનેલી છે. જો મારા ઉપર આ બાબતની પ્રતીતિ ન આવે તો તેઓના તંબુઓમાં જમીન નીચે તેમણે સેનામહોરો દાટેલી છે તે જોજો કારણ કે હાથમાં રહેલ મણિકંકણને જોવા માટે અરીસાની જરૂર પડતી નથી.” P.P. Ac. Gunratnasuri M.S. * Jun Gun Aaradhak Trust