________________ 0 0 0 0 0 0 0 બુદ્ધિને અદ્દભૂત ચમત્કાર : 225 સ્થાનને પ્રાપ્ત કરી શકતો નથી, તેવી દશા તેની થઈ આથી અભયકુમાર ઉપર ઈર્ષ્યા સહિત અને શલ્ય પૂર્વક કાળ નિગમન કરતાં એક વખત સભામાં બેઠેલા ચંડપ્રદ્યાત રાજાએ કહ્યું કે; “આ સભામાં એ કોઈ શૂરવીર છે, કે જે અભયકુમારને બાંધીને અહીં ઉપાડી લાવે?” આ અશક્ય કાર્યને કરવા માટે રાજાનું કથન સાંભળીને સવે સભાસદે ગર્વ અને આવેશથી રહિત થયેલા બેલી ઊડ્યા કે “ગરુડ પક્ષીની પાંખ છેદવાને કર્યો બુદ્ધિશાળી અને ડાહ્યો માણસ ઉદ્યમ કરે? કેસરીસિંહની કેશવાળી કાપવાને કેણ આગ્રહ કરે? તેવી જ રીતે હે રાજન્ ! શાસ્ત્રનાં વાક્યોથી ઘાત ન કરી શકાય તેવી અને અત્યંત પ્રતિભાવાળી બુદ્ધિના નિધાનરૂપ અભયકુમારને પકડી લાવવા માટે કેણ સચેતન પુરુષ આગ્રહવંત કે ઉદ્યમવત થાય ? કોઈપણ ડાહ્યો માણસ તે ઉદ્યમ, પ્રયત્ન કે આગ્રહ કરે આ પ્રમાણે વાતચિત થાય છે, તે પ્રસંગે અવસર મળવાથી ચંડuધોરાજાની રત્નમંજરી ગણિકા રાજાના હદયદાનો નાશ કરનારી વાણીવડે બોલી ઊઠી કે, “પૃથ્વીનાથ ! આ કાર્ય માટે મને અનુજ્ઞા આપે, હું તે અભયકુમારને બાંધીને આપનાં ચરણની પાસે હાજર કરીશ.” રાજાએ કહ્યું, “જે એમજ હોય તો તેને ઠીક લાગે તેવી રીતે કાર્ય કર, " વેશ્યા પણ આ પ્રમાણે રાજાની અનુક. 15 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust