________________ 0 0 0 0 0 0 0 બુદ્ધિને અભુત ચમત્કાર : 227 પિતાના પરિવાર સહિત રાજગૃહીના દરેક જિનમંદિરમાં દર્શન કરતી, ચૈત્ય પરિપાટી કરીને અનુક્રમે શ્રેણિક રાજાએ કરાવેલાં જિનમંદિરમાં દર્શન અને પૂજા કરવા માટે તે આવી પહોંચી, શ્રી જિનમંદિરમાં પ્રવેશ કરવાના સમયે નિક્સિહિ કહેતી અને જિનમંદિરમાં પ્રવેશ કરતી વખતે તથા દર્શન કરતી વખતે સાચવવાના ત્રણ નિસ્સિહિ, ત્રણ પ્રદક્ષિણા, ત્રણ પૂજા ઈત્યાદિ દશે ત્રિકો સાચવતી તે વેશ્યા શ્રેણિકરાજાના ગૃહચયમાં દર્શન કરી ચૈત્યવંદન કરવા બેઠી. તે સમયે અભયકુમાર પણ જિનેશ્વર ભગવાનના દર્શન કરવા માટે તે ચૈત્યમાં આવ્યું. મંદિરમાં પ્રવેશ કરીને તેણે જોયું તો શાંતિ, કુશલતા, ઔચિત્ય, અને હાવભાવાદિક સહિત જિનેશ્વર ભગવંતની સ્તુતિ કરતી તેણે તે વેશ્યાને જોઈને, અને પ્રીતિપૂર્વક તેનાથી કરાતી સ્તુતિ તે સાંભળવા લાગ્યા. તે સાંભળીને અભયકુમાર વિચારવા લાગ્યું કે, કઈ પણ અન્ય ગામથી આવેલી જિનેશ્વરના ધર્મમાં જ વાસિત અંત:કરણવાળી અને ભક્તિના સમૂહથી વ્યાપ્ત ચિત્તવાળી આ પ્રિય વધર્મિણ હાલમાં જ અત્રે આવેલી દેખાય છે. સુવર્ણ પાત્ર તુલ્ય આ સાધર્મિક બહેનનું બહુમાન તથા આતિથ્યાદિ કરવાથી મને મહાન લાભ થશે, કારણ કે આ ઉત્તમ ધર્મભગિની જણાય છે. આમ મનમાં નિર્ણય કરી જ્યારે ચિત્યની બહારના મંડપમાં તે વેશ્યા આવી ત્યારે તેની સાથે અભયકુમાર વાતચિત કરવા લાગ્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust