________________ 22.2 : કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 અભયકુમારને આ ગુપ્ત પત્ર વાંચી ચંડપ્રદ્યાત રાજાએ તે વાતની ખાતરી કરવા માટે પોતાની સાથે આવેલા રાજઓમાંથી એક રાજાનાં આવાસની નીચેની જમીન ખેદાવી, ત્યાં બેદતાં જ ગુપ્ત રીતે રાખેલી સોનામહોરો પ્રગટ થઈ. તે જોતાં જ દીન થઈને ચંડપ્રોત વિચાર કરવા લાગ્યો અહો ! અભયકુમારની સરલતા કેટલી છે ! તેની મિત્રતા કેટલી છે ! તેના સંબંધની અવસરે જ ઓળખાણ પડી. જે વાત તેણે મને જણાવી ન હોત તે મારી શું ગતિ થાત? - હવે આ વાત અહીં કેઈની પણ પાસે કરવા લાયક નથી. આ સર્વે રાજાઓ અને સુભટો સવામીદ્રોહ થઈ ગયા છે, તેથી તેમને કાંઈ પણ કહ્યા વગર અહિથી ચાલ્યા જવું તેજ શ્રેયસ્કર છે. આમ વિચારીને તે ચંડપ્રદ્યોત રાજા ત્યાંથી પલાયન કરી ગયે, તેને નાસી જતે જાણીને મનમાં શંકા કરતાં તેની સાથે આવેલા સર્વ રાજાઓ અને સુભટો પણ નાસી જવા લાગ્યા. ચરપુરુષથી તેઓ સર્વે નાસી જાય છે, તેવી ખબર મળતાં જ અભયકુમારે શ્રેણિક મહારાજને નિવેદન કર્યું કે; “હે પૂજ્ય તાત! તેઓ નાસી જાય છે, તેથી તેના હાથી, અશ્વ, રથ વગેરે તમારી ઈચ્છાનુસાર ગ્રહણ કરે.” તે સાંભળીને શ્રેણિક રાજા પણ નાસી જતા એવા તે સૈન્યનાં હતી, અશ્વ વગેરે જે હાથમાં આવ્યું તે સર્વ ગ્રહણ કરવા ભાગ્યા. પરંપરાએ દેશમાં આ પ્રમાણે વાર્તા પ્રસરી કે; ચંડપ્રદ્યોત રાજા નાસી ગયે અને શ્રેણિક મહારાજાએ તેનું -સર્વસ્વ લુંટી લીધું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust