________________ 14 : બુદ્ધિનો અદ્દભૂત ચમત્કાર એ અવસરે સોળ મોટા રાજાઓને પરાજય આપનાર માળવ દેશને ચંડપ્રદ્યોત રાજા, મગધાધિપ શ્રેણિક મહારજને જીતવા માટે એક અતિ મોટું અને બળવાન લશ્કર લઈને મગ દેશ તરફ આવી રહ્યો છે. ચર પુરુષોએ તે: સમીપ આવતાં તેનાં આગમનની શ્રેણિક રાજાને ખબર આપી, દૂત પાસેથી તે હકીકત સાંભળીને ભય પામેલા શ્રેણિક રાજાએ અભયકુમાર તરફ જોયું. તે વખતે સાહસિક શિરોમણિ અભયકુમારે નિર્ભયતા. પૂર્વક રાજાને કહ્યું, “સ્વામી! જ્યારે સામ, દામ અને ભેદ તે ત્રણ ઉપાયોથી કાર્ય અસાધ્ય થાય, ત્યારે જ દંડ ઉપાય કર, અર્થાત યુદ્ધ કરવું. અન્યથા યુદ્ધ કરવું નહિ. નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે; “પુષ્પ વડે પણ યુદ્ધ કરવું નહિ, તે પછી તીણ એવા બાણ વડે તે કહેવું જ શું?’યુદ્ધમાં વિજયનો સંદેહ છે અને તેમાં ઉત્તમ પુરુષને નાશ થાય છે તે તે ચક્કસ છે.” ચંડપ્રદ્યોતે આપણા ઉપર ચડાઈ કરી છે, તે સંબંધમાં સામ ઉપાય તે કરવા લાયક નથી; કારણ કે તેથી આપણે પ્રતિષ્ઠા, માન, તથા ઉત્સાહને હાનિ પહોંચે; બીજો ઉપાય દામ છે, તે પણ કરવા લાયક નથી, કારણ કે દ્રવ્ય આપવાથી સ્વામી-સેવક ભાવ પ્રગટ. થાય છે. વળી લોકોમાં પણ “આ રાજાએ દંડ આપ્યો” તેમ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust