________________ 218 : કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 કુસુમશ્રી કન્યાનું ધન્યકુમાર સાથે લગ્ન કર્યું. . ધન્યકુમાર પણ કુસુમશ્રીને પરણીને શિવ પાર્વતીની સાથે તથા વિષ્ણુ લક્ષમીની સાથે જેમ ભેગ ભેગવે તેવા રીતે ઉત્તમ શરીરકાંતિવાળી સ્વપત્ની સાથે પુણ્યથી પ્રાત થયેલા પાંચ પ્રકારના ઇંદ્રિયજન્ય વિષય સુખાને ભાગવત સુખપૂર્વક કાળ નિર્ગમન કરવા લાગ્યો. 0 સંસાર હિંસામય છે, ધર્મ અહિંસામય છે. હિંસા ! વગર સંસાર નહિ. અહિંસા વગર ધર્મ નહિ. 0 સંસાર ન ગમે તેનું નામ વિરાગ છે, અને વિરાગ વિના સમ્યક્ત્વ પેદા થાય નહિ. 0 અહિંસા તે જ ધર્મને મર્મ છે. કોઈપણ જીવને પીડા ન થાય તેમ જીવવું તેનું નામ ઊંચામાં ઊંચે ધર્મ છે. અને આવો ઊંચામાં ઊંચે ધર્મ જેને પ્રાપ્ત થાય તેને મુક્તિ મળે. 0 ભગવાનની આજ્ઞા મુજબનું સાધુપણું એ જ સાચામાં સાચું અહિંસકપણું છે. 0 વિષયને વૈરી તે સાચે વિરાગી. આ છે વિરાગી જીવ સાચો ત્યાગી બને. પણ વિષયનો મિત્ર એવો જીવ જે ત્યાગી થાય તો તેને ત્યાગ ધર્મ સાથે કાંઈ લાગે વળગે નહિ. 0 મિથ્યાત્વ એવું પાપ છે કે, જીવને હરામ બોર બનાવે. જીવને સારા દેખાવાની કોશિષ કરાવે પણ સારું બનવાની મહેનત ન કરાવે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust