________________ 216 H કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 લાભ થયે છે એમ મને લાગે છે. સૌભાગ્યવંતોમાં અગ્રણી ! કૃપા કરીને મારાં ઘેર પધારવાની કૃપા કરે, એટલો પ્રયાસ લો, અને મારા મનોરથની પૂર્તિ કરો.” આ રીતે કુસુમપાળ શ્રેષ્ઠીને આગ્રહ થવાથી ધન્યકુમાર તે શ્રેષ્ઠીનાં ઘેર ગયો. માણેક પિતાના ગુણવડે જયાં જાય ત્યાં માન પૂજા પ્રાપ્ત કરે છે. કુસુમપાળ શ્રેષ્ઠીનાં ઘેર જઈને ધન્યકુમારે તૈલ મર્દન કરાવ્યું. પીઠી વગેરે ચોળાવીને નાન કર્યું, શરીરની સારી રીતે સુશ્રષા કરી, સ્નાન કયો પછી ચંદનાદિકવડે શરીર ઉપર વિલેપન કર્યું, અને સારા વર્ણવાળાં સુકોમળ વસ્ત્રો પહેર્યા. ત્યાર પછી બહુમાન પૂર્વક વિવિધ પ્રકારની સામગ્રીયુક્ત રસવતીનું ભેજન કર્યું, પછી શ્રેષ્ઠીએ સોનાના સિંહાસન ઉપર ધન્યને બેસાડી પાંચ પ્રકારની સુગધીવાળું તાંબૂલ આપ્યું. આ પ્રમાણે વિવિધ સામગ્રીવડે તેમને ઉપચાર કર્યા પછી, શ્રેષ્ઠી અંજલિ જોડી વિનયપૂર્વક તેમની પાસે બેસી - કહેવા લાગ્યો; “હે સૌમ્ય! તમારા અતિ અદ્ભુત ગુણો વડે તમારા વંશની ગૌરવતા સ્પષ્ટ જણાઈ આવે છે. કારણ કે આચાર જ કુળને પણ બતાવે છે. તેથી મારા જીવનરૂપી વનને ફળ અને કુસુમરૂપી લક્ષમી દેનાર તમને કુસુમશ્રી નામની મારી કન્યા આપીને હું તમારો કાંઈક અનુણી થવાની ઈચ્છા રાખું છું, માટે એ કુસુમશ્રી નામની કન્યાનું આપ પાણિગ્રહણ કરે. આવી હિતકારી અને પોતાની રૂચિને અનુકૂળ એવી તે શ્રેષ્ઠીની વાણી સાંભળીને ધન્યકુમારે તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust