________________ 0 0 0 0 0 0 0 વ્રત પાલનમાં અડગતા H 215 વનપાળે કહેલી આ હકીકત સાંભળીને અતિશય વિચિમત ચિત્તવાળે તે શ્રેષ્ઠી ભાગ્યશાળી ધન્યકુમારને જોવાને રસિયા થયો. તેથી તરત જ વનપાલકની સાથે તે પોતાનાં ઉદ્યાનમાં આવ્ય; તેણે ઉઘાનગૃહમાં બેઠેલા ધન્યકુમારને જોયા. સમગ્ર વિશ્વના સર્વ મનુષ્ય કરતાં અભુત અને અખંડ સૌભાગ્યના ભેજન રૂપ, અતિ દેદીપ્યમાન કાંતિ તથા શરીરવાળા, સર્વ લક્ષણોથી યુક્ત, ગુણની વૃદ્ધિ કરે તેવા અને સિદ્ધ પુરુષની આકૃતિવાળા તે ધન્યકુમારને જોઈને શ્રેષ્ઠી વિચાર કરવા લાગ્યો. ખરેખર, આ ભાગ્યશાળી પુરુષના પ્રભાવવડે જ મારું આ શુષ્ક વન નવ પલવિત થઈ ગયું છે, શું ચંદ્રના ઉદય વિના સમુદ્રનાં પાણીનો ઉલ્લાસ કદિ થાય છે?” આ પ્રમાણે અંતઃકરણમાં વિચાર કરીને વિચક્ષણ પુરુષમાં અગ્રેસર તે શ્રેષ્ઠી ઉછું ખલપણું રહિત અને વૈર્યવાન ધન્યકુમારને આગમન સંબંધી કુશળક્ષેમ પૂછવા લાગ્યો. અને કહ્યું; “સજન શિરોમણિ! તમારા પધારવાથી જડરૂપ અને નિર્જીવ થઈ ગયેલું આ મારું વન તમારા આગમનથી તેને થયેલ હર્ષ પ્રદર્શિત કરવાના બહાનાથી જાણે નવપલ્લવિત અને પુષ્પમય થઈ ગયું છે. અને હું પણ તમારાં દર્શનરૂપી અમૃતના સિંચનથી મન અને નયનોમાં નવપલ્લવિત થયો છું. સારાંશ કે તમારાં દર્શનામૃતથી મારાં નયન સફળ થયાં છે અને મન બહુ ઉલ્લાસપૂર્ણ થયું છે. અમારાં પૂર્વે ઉપાર્જન કરેલા પ્રબળ પુણ્યોદયના યોગથી જ મારવાડમાં કલ્પવૃક્ષની જેમ તમારાં દર્શનને અમને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust