________________ 0 0 0 0 0 0 0 વ્રત પાલનમાં અડગતા : 213 ભક્તિના સમૂહથી ઊભરાઈ જતા હદયે શ્રી વીર ભગવાનની પાસે જઈ તે સોનાના એકસે આઠ જવથી સ્વસ્તિક કરતા હતું અને ત્યાર પછી ભક્તના પ્રકર્ષથી શ્રી ચરમ તીર્થકરને નમસ્કાર કરી તેમની સ્તુતિ કરતો હતો, અને જિનેધરનાં વચનામૃતનું પાન કરી પાવન થતો. જ્યારે જ્યારે શ્રી વીરભગવાન અન્યત્ર વિહાર કરીને રાજગૃહી નગરીથી દૂર જતા ત્યારે ત્યારે જે ગામનાં નગરમાં પ્રભુની સ્થિતિ હોય તે ગામ નગરની દિશા તરફ -સાત આઠ પગલાં જઈને ત્રણ ખમાસમણ પૂર્વક પ્રભુને વાંદીને તે સુવર્ણમય જાથી સ્વસ્તિક કરતે, ને પ્રભુને ઉદ્દેશીને તેમની સ્તવના તે કરતે અને ત્યાર પછી ઘેર આવીને તે ભેજન કરતો હતો. આ પ્રમાણે તે શ્રેણિક ‘મહારાજાએ જિનભક્તિના પ્રભાવથી જિનનામકર્મ ઉપાર્જન કર્યું હતું, અને તેથી આવતી ચોવીશીમાં પદ્મનાભ નામના પ્રથમ તીર્થકર તેઓ થવાના છે. તે રાજગૃહી નગરીમાં મગધાધિપ શ્રેણિકને બહુ કૃપાપાત્ર અને યાચકજનોને કલ્પવૃત્ત જે કુસુમપાળ નામે એક શ્રેષ્ઠી રહેતો હતો. આ શ્રેષ્ઠીનું એક અતિ જીણું, જેમાં વૃક્ષ બધા સૂકાઈ ગયેલા છે તેવું, પત્ર, પુષ્પ, ફળ, બીજ વગેરેથી ૨હિત શુષ્ક ઉદ્યાન હતું. ધન્યકુમારે મગધ દેશમાં પ્રવેશ કર્યો, અને ક્રમશઃ આગળ વધતાં તેને રાજગૃહી તરફ આવતાં સાંજ પડી જવાથી માર્ગના શ્રમથી થાકી ગયેલો તે જીર્ણ ઉદ્યાનમાં એક રાત્રિવાસ રહ્યો. તે જ રાત્રિમાં ભાગ્યના એક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust