________________ 214 : કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 નિધિરૂપ ધન્યકુમારના ત્યાં આવવાના અને રહેવાના પ્રભાવથી તે જીર્ણોદ્યાનમાં રહેલા, સૂકાઈ ગયેલા અને કાષ્ઠરૂપ દેખાતા સર્વ વૃક્ષે વસંતઋતુના આગમન વડે જેમ વના વિકસ્વર થઈ જાય તેમ પુષ્પ, ફળ, પત્ર વગેરેથી પ્રફુલ થઈ ગયાં અને સૂકાઈ ગયેલું તેમ જ પત્ર પુષ્પાદિકથી ૨હિત થઈ ગયેલું તદ્દન જીર્ણપ્રાય તે ઉદ્યાન નંદનવન તુલ્ય શ્રેષ્ઠ થઈ ગયું. પ્રભાત થતાં વનપાલક તે શુષ્ક ઉદ્યાનમાં આવ્યું, ત્યાં આ પ્રમાણે પ્રફલ અને વિકસ્વર થયેલા તે ઉદ્યાનને જોઈને મનમાં અતિ ચમત્કાર પામ્યા, હર્ષિત થયો, અને આમ તેમ જેવા લાગ્યો. જોતાં જોતાં એ શુદ્ધ સ્થળે બેઠેલા અને પ્રાતઃ કાળની ધર્મ ક્રિયાઓને કરતા તથા નમસ્કાર મહામંત્રનું ધ્યાન ધરતા અને ચૈત્યવંદનાદિ કરતા ધન્યકુમારને તેણે દીઠા. ધન્યકુમારને જોતાં જ તે અતિશય વિસ્મિત થયે, અને વિચારવા લાગ્યો કે, “ખરેખર આ પુરુષ કેઈ ભાગ્યના ભંડાર રૂપ છે, ઇંદ્ર કરતાં પણ સવિશેષ રૂપગુણ ચુક્ત છે, અને સૌભાગ્યવંત છે. ગઈ કાલ રાત્રિએ રાત્રિવાસે અહી રહેલા આ ભાગ્યશાળી પુરુષના પ્રભાવ વડે જ આ. શુષ્ક વન નંદનવન તુલ્ય થઈ ગયું દેખાય છે.” આ પ્રમાણે મનમાં વિચારી હર્ષપૂર્વક પિતાના સ્વામી કુસુમપાળ શ્રેષ્ઠીનાં ઘેર જઈને તેણે વધામણી આપી કે, “સ્વામિન! તમારાં વનમાં કોઈ મહાતેજસ્વી પુરષ રાત્રિ રહેલ છે. તેના પ્રભાવથી તમારું શુષ્ક ઉદ્યાન નંદનવન જેવું સુંદર અને શોભીતું થઈ ગયું છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust