________________ 0 0 0 0 0 0 0 વ્રત પાલનમાં અડગતા H 217 વાત સ્વીકારી, ત્યાર બાદ કુસુમપાળ શ્રેષ્ઠીએ કુંકુમ અને ચાખાને ઘોળ કરીને કુસુમશ્રીને દેવારૂપ-તેના વેવિશાળની પ્રતિજ્ઞા દર્શાવનાર અખંડ અક્ષતવડે ધન્યકુમારને તિલક કર્યું, આ પ્રમાણે શ્વસુરસંબંધ થવાથી શ્રેષ્ઠીએ ધન્યકુમારને અતિશય આગ્રહ અને માનપૂર્વક સ્વગૃહમાં રહેવાની વિનંતિ કરી પણ સ્વમાન જાળવવામાં કુશળ ધન્યકુમારે “એકત્ર વસવાથી ભવિષ્યમાં કોઈ વખત માનહાનિનું કારણે ઉત્પન્ન થવાનો સંભવ છે.” એમ હદયમાં વિચારી એક સુંદર મકાન ભાડે લઈને ત્યાં રહેવાનું કર્યું. નીતિશાસ્ત્રમાં પણ કહ્યું છે કે, “મિત્ર અગર બીજા કેઈની પણ સમીપે રહેવાથી કળાવાન એ પણ મનુષ્ય શોભા વગરનો અને લઘુતાના સ્થાનકરૂપ થઈ જાય છે.” ગંગાદેવીએ આપેલ ચિંતામણિ રત્નના પ્રભાવ વડે જેમ જેમ વ્યાપાર, ધન તથા કીર્તિમાં ધન્યકુમાર વૃદ્ધિ પામવા લાગે, તેમ તેમ ફળવાળા વૃક્ષોને જેમ પક્ષીઓ આશ્રય લે, તેમ અનેક માણસો તેને આશ્રય લેવા લાગ્યા. - કુસુમપાળ શ્રેષ્ઠીએ લગ્નની તૈયારી કરી. ઉત્તમ માસ, તિથિ, નક્ષત્ર, અને દિવસ જેવરાવ્યા અને થોડા દિવસોમાં જ ઘણી સામગ્રી તૈયાર કરાવીને મોટા મહોત્સવ પૂર્વક કુસુમશ્રીનાં લગ્ન કરવાની પ્રવૃત્તિ કરી. ધન્યકુમારે પણ પોતાના ઘરને શોભાવે તેવી ઘણી જાતની પ્રવૃત્તિઓ કરી. પાણિ ગ્રહણના દિવસે કુસુમપાળ શ્રેષ્ઠીએ વિધિપૂર્વક બહુ મૂલ્યવાળા મણિ અને મોતી વગેરે ઉત્તમ વસ્તુઓના દાનપૂર્વક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust