________________ * 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 183 થયો. સખીઓએ તમને શિખામણ દઈને ત્યાંથી નીચે ઉતારી એક અટારીમાં ઊભા રાખ્યાં તે સમયે અતિ સ્વરૂપવાન, ચતુર તથા સુંદર વસ્ત્રોથી યુક્ત વસુદત્ત શેઠના યુવાન પુત્ર રૂપાસેનને બજારમાં એક પાનવાળાની દુકાન પાસે ઊભે રહેલે જોઈ તમને તેના ઉપર મોહ ઉત્પન થયો. તમારી સખી વસંત દ્વારા છૂપા પ્રેમપત્રોની આપ-લે થવાથી તમારા બંને વચ્ચે ગાઢ નેહ ઉત્પન્ન થયો, પરંતુ મળવાનું બની શકતું નહોતું; છેવટે કૌમુદી મહોત્સવના અવસરનો લાભ લઈ દેરડાની નિસરણી દ્વારા મળવાને તમે સંકેત કર્યો, તમે બંને શરીર અસ્વસ્થ હોવાને બહાને ઘરમાં રહ્યાં, રાતના પહેલા ભાગમાં દાસી દ્વારા નિસરણ મૂકાવી. આ વખતે તમારી જાણ બહારની એક વાત બની હતી. સુનંદા, તે તમે સાંભળો.” “તે શહેરમાં એક મહાબલ નામનો જુગારી રહેતો હતો. તે જુગારમાં બહુ ધન હારી જવાથી દુઃખી થઈ રખડતો હતો. કૌમુદી મહોત્સવની રાત્રિમાં જ્યારે બધા લેકે બહાર કીડા કરવા ગયા, ત્યારે કેઈ ગૃહસ્થનું ઘર ફાડવાની ઈચ્છાએ તે એક પહોર રાત ગઈ એટલે ભમતો ભમતો કમને તમારા સંકેતસ્થાન પાસે આવી ચડયો. નિસરણી વગેરે જઈને સંકેતની કલ્પના કરી લઈ દુષ્ટ બુદ્ધિવાળે તે જુગારી નિસરણી ઉપર ચડી ગયે. સખીએ નિસરણું ચાલતી જોઈ તેને કહ્યું કે, “તમે આવ્યા?” ધૂતે હા પાડવાથી તમારી સખીએ રૂપસેન આવે છે, તેમ સમજી ત્યાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust