________________ 210 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 શાન તારા ઉપર પ્રપાત થયો છે, છતાં જરા પણ ક્ષેભાયા વગર તું કામદેવના લશ્કર ઉપર વિજય મેળવનાર થયો છે. તેથી તુ જ ખરેખર મહાયોદ્ધો છે.” સદાચારી પુરુષના પણ મસ્તક પર શેભે તેવા હે પુરુષરત્ન! “બહુ રત્ના વસુંધરા” એવું જે વાક્ય બેલાય છે તે તારા જેવા પુરુષો વડે જ સત્ય ઠરે છે. ધાર્મિક પુરુષોમાં શિરોમણિ! હું પણ તારાં દર્શનથી આજે પવિત્ર થઈ છું. આ લોક અને પરલોક ઉભયમાં ન માપી શકાય તેવું સુખ આપનાર ધર્મરત્ન તે મને આપ્યું છે, હવે તેના બદલામાં કેટલાં રત્નો હું તને આપું? કે જેથી તારા આ ત્રણમાંથી હું મુક્ત થઈ શકું? કઈ પણ રીતે અનુણ થાઉં તેમ મને તે લાગતું નથી; તે પણ આ એક ચિંતામણિ રત્ન તું ગ્રહણ કર, અને તે ગ્રહણ કરીને મારા ઉપર એટલી કૃપા બતાવ. જે કે તારા કરેલા ઉપકારને તા એક કરોડમાં ભાગે પણ બદલે આ રત્નથી વળી શકે તેમ નથી, પરંતુ અતિથિનું આતિથ્ય તો પોતાના ઘર પ્રમાણે જ થાય છે, તેથી કૃપા કરીને તું આ ગ્રહણ કર !" આ પ્રમાણે તેના અતિ આગ્રહથી ધન્યકુમારે ચિંતામણિ રત્ન તેની પાસેથી લીધું અને લુગડાને છેડે ગાંઠ બાંધીને રાખ્યું. ત્યાર પછી ધર્મને રંગ લાગવાથી બહુ બહુ પ્રકારે ધન્યકુમારની સ્તુતિ કરીને ગંગાદેવી સ્વસ્થાનકે ગઈ. લીધેલ વ્રતમાં દઢ ચિત્તવાળો ધન્યકુમાર પણ ધીમે ધીમે રાજગૃહ તરફ ચાલ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust