________________ 0 0 0 0 0 0 * વ્રત પાલનમાં અડગતા : 209 અને મારું શરીર તે ઔદારિક પરમાણુઓના સમૂહનું બનેલ હવાથી હંમેશાં અનેક પ્રકારના મળ, મૂત્ર, રુધિર, હાડકા વગેરેથી ભરેલું છે, અને ગધમય તેમ જ નિંદવા લાયક છે. આવા બે શરીરને સંગ કરવો તે શું ચગ્ય છે? તેટલા માટે હે માતા ગંગાદેવી! સદાચાર રૂપ અંકૂર ઉગાડવાને મેઘમાળા સમાન વીતરાગ-પ્રભુ જિતેંદ્ર ભગવાનનું તમે સ્મરણ કરો, જેથી તમારું પરમ કલ્યાણ થાય. કહ્યું પણ છે કે, “ધર્મ કાર્ય તે હંમેશાં ઉદ્યમવંતા થઈને ત્વરાથી કરવું. અને અધર્મ કાર્યમાં ઉત્તમ પુરુષેએ હંમેશા હસ્તીની માફક આંખો મીચી જ રાખવી, ઉઘાડવી નહિ. પાપકર્મમાં આળસુ થવું.” આવો અમૃતતુલ્ય સુખલક્ષ્મીના સંદેશારૂપ ધન્યકુમારને ઉપદેશ સાંભળીને ગંગાદેવીનાં ચિત્તમાંથી દુષ્ટ વિકાર દૂર થયે, અને તે બેલી; મારા ચિત્તમાં ઉત્પન્ન થયેલા રાગરૂપી દાવાનળને શમાવવામાં વરસાદ સમાન હે ધીર ! તું લાંબો વખત આનંદ અનુભવ, મારા મોહરૂપી અંધકારનો સંહાર કરનાર હે પ્રતાપી સૂર્ય! તું લાંબો વખત જયવંત વર્ત. સર્વ ઉત્કર્ષો તને પ્રાપ્ત થાઓ. નિષ્કામી પુરુષમાં પણ શિરમણિ આ ત્રણ જગતમાં તું જ ખરેખર ધન્ય છે. મારા જેવી દેવાંગનાએ દેખાડેલા હાવભાવેથી તું જરા પણ ક્ષોભાયમાન થયો નથી, હે વીરેન્દ્ર! અતિ ઉત્કટ અને વિકટ એવા કામદેવનાં યુદ્ધમાં અનેક પ્રકારના વિષયેલાલસારૂપી ક, 14: P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust