________________ 208 : કથાને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 * “પુરુષ અને સ્ત્રી બંનેને પરસ્ત્રી અને પરપુરુષમાં આસક્ત ચિત્તવાળા થવાથી ભવભવમાં નપુંસકપણું, તિર્યચપણું અને દુર્ભાગ્યને ઉદય થાય છે. બળતા એવા લોઢાના સ્તંભનું આલિંગન કરવું તે ઉત્તમ છે, પણ નરકના દ્વારરૂપ પરસ્ત્રીનું સેવન કરવું તે સારું નથી.” તદુપરાંત સ્ત્રીઓનો સંગ સંધ્યા સમયના આકાશના રંગની જેમ ક્ષણ વિનાશી છે, વળી મનુષ્યનું આયુષ્ય વાયુની માફક અસ્થિર છે, કદાચ વાયુને સ્થિર કરી શકાય છે, પણ ત્રટેલ-આયુષ્ય સ્થિર થઈ શકતું નથી. વળી ભેગની વૃદ્ધિ - તેમાં વિશેષ આસક્તિ નવા ઉત્પન્ન થયેલા રોગની માફક ઉદ્વેગ કરનાર જ થાય છે. આ પ્રકારે સામાન્યથી પણ કામ વિષયવિલાસે અતિશય દુઃખના હેતુભૂત થાય છે. તે પછી વઘારેલા વિષની જેવા ભવભ્રમશુના જ એકાંત હેતુભૂત એવા પરસ્ત્રીના સંયોગથી ઉત્પન્ન થયેલા વિષયવિકારે તે અતિશય દુખના કારણે થાય તેમાં કહેવું જ શું?” “હે દેવી! તમે પણ મનને સ્થિર કરીને વિચારે, કે તમને જે આ દિવ્ય શક્તિ તથા અતિશય સુખસામગ્રી વગેરે મળ્યા છે, તે કામભેગના ત્યાગના ફળરૂપ છે કે કામગ સુખનાં આસેવનનું ફળ છે? કામગને વિષે આસક્તિ જેઓ રાખે છે, તેઓ તો નરક અને તિર્યંચ ગતિમાં જ ઉત્પન્ન થાય છે, વળી તમારું વૈકિય શરીરના પરમાણુઓથી બનેલું શરીર અતિ શુદ્ધ અને સ્વચ્છ છે, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust