________________ રૂપ મનરૂપી 2 વચિત્ર પ્ર તને બિલકે - 206 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 તમારા અનિમેષ નેત્રોવડે મૂકાયેલા કટાક્ષ પણ શ્રી જિનવચનોરૂપી વાયામૃતથી સિંચાયેલા મારા હૃદયને જરા માત્ર પણ પીડા કરે તેમ નથી. તમારા કામેત્પાદક વાક્યો રૂપી હરણે જેમાં બ્રહ્મચર્યરૂપ સિંહ જાગ્રતપણે બેઠેલો છે, તેવી મારી મનરૂપી ગુફામાં પ્રવેશ કરવા બિલકુલ સમર્થ થનાર નથી. વળી તમારા વિચિત્ર પ્રકારની વિકૃતિથી યુક્ત કામોત્પાદક વાક્યો મારી મનોરથરૂપી ભીંતને બિલકુલ ભેદી શકનાર નથી, શિરીષ પુષ્પને સમૂહ શું પથરની ભીંતને ભેદી શકે છે? બહુ ઉત્તમ તથા રસયુક્ત એવી તમારી વિભ્રમરૂપી મેઘની ધારા પણ મારા ચિત્તરૂપો ઉમરભૂમિમાં જરા પણ રાગરૂપી અંકૂરો ઉત્પન્ન કરી શકનાર નથી. દાવા નળની જેવા દુસહ કામવિકારયુક્ત અને અન્યનાં ચિત્તમાં વિકાર તથા કામ ઉત્પન્ન કરે તેવા તમારા હાવભાવ પણ આગમરૂપી સમુદ્રમાં સ્નાત થયેલા મને તપાસવાને બિલકુલ સમર્થ થનાર નથી. - વળી નરકનાં અતિશય તીવ્ર દુખોમાં પાડનાર પરનારીની પ્રીતિથી પરાડમુખ થયેલા અને સૌધર્માદિ દેવલોકમાં રહેનારી રંભા કે તિલોત્તમા વગેરેના શૃંગારયુક્ત સર્વ પ્રયાસ પણ ચલાવવા સમર્થ થાય તેમ નથી. તો પછી તમારા જેવાની શી ગણતરી ? નરકમાં રહેલી જવાળાઓની શ્રેણીઓની સંગતિથી જે દુખ ઉત્પન્ન થાય છે, તેનાથી ભય પામેલો સચેતન કયે પુરુષ એ હોય કે જે પરસ્ત્રીના સંગથી ઉત્પન્ન થયેલ ખાળકૂવામાં રહેવારૂપ આ ભવમાં જ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust