________________ જવાનીને તપ્ત પૂણ 0 0 0 0 0 0 0 વ્રત પાલનમાં અડગતા : 285 : કરાવે.” મારુ ઈચ્છિત પૂર્ણ કરવાને તમે જ સમર્થ છે. એમ માનીને તથા તમારા ગુણે ઉપર મારું ચિત્ત આક- - ર્કોવાથી મેહપામીને હું તમને પ્રાર્થના કરું છું, મારી આશા. તમારે અવશ્ય પૂર્ણ કરવી જ પડશે. કેમ કે પ્રાર્થનાનો ભંગ કરવો તે તે મોટું દૂષણ ગણાય છે, તે આપ જાણો છો.. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે, સૌથી હલકું તૃણ છે, તેનાથી રૂ. વધારે હલકું છે, રૂ કરતાં પણ પ્રાર્થનાને કરનારો હલકે છે, અને તેના કરતાં પણ પ્રાર્થનાને ભંગ જે કરે છે તે. વધારે હલકો છે. એટલા માટે તમને સુખ ઊપજે તેવી રીતે મારી સાથે કામભોગ ભેળવીને - રતિક્રીડા કરીને મારા. શરીરમાં ઉત્પન્ન થયેલ દાહ શમાવી શાંત કરો.” ઉપરોક્ત ગંગાદેવીનાં વચનોને સાંભળીને પરનારીથી. પરાહમુખ ધન્યકુમાર સાહસ તથા વૈર્યનું અવલંબન કરીને ગંગાદેવીને આ પ્રમાણે કહેવા લાગ્યો; “હે માતા ! હવે પછી તમારે આવા પ્રકારનું ધર્મ વિરુદ્ધ વાકય ઉચ્ચારવું, નહિ. તમારાં હદય અને સ્તનરૂપી રાક્ષસોએ કરેલાં વિક્ષે-- ભેથી મારું મન જરા પણ ભય પામતું નથી. કારણ કે મારું મન કુવિકલ્પરૂપી શત્રુસમૂહનો નાશ કરનાર શ્રી. જિનેશ્વરના આગમમાં કહેલ બ્રહ્મચર્યરૂપી મહામંત્રથી પવિત્ર થયેલું છે. બ્રહ્મચર્યની નવવારૂપ બખ્તરવડે હું સજિત થયેલ છું, તેથી દુનિવાર્ય એવા પણ તમારા કામરૂપી. અસ્ત્રો વડે મારે વ્રત્તરૂપી કિટલે ભેદી શકાય તેમ નથી. વળી કાળક્ટ વિષની જેવા ઉત્કટ અને મહાઅનર્થ કરનારા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust