________________ 1 0 0 0 0 0 0 વ્રત પાલનમાં અડગતા : 203 . રેતીમાં સંથારો કરીને સાંજના સમયે ન માપી શકાય . તેલા મહિમાના ભંડાર શ્રી પંચપરમેષ્ઠી નમસ્કારરૂપ નવકાર મહામંત્રનું સ્મરણ કરતા તે શાંતચિત્તે ત્યાં બેઠે. ' નિર્ભયચિત્તથી તે ત્યાં બેઠા છે તે સમયે ક્રીડા કરવા માટે બહાર નીકળેલી ગંગા નદીની અધિષ્ઠાત્રી ગંગા નામે દેવી ત્યાં આવી. ચંદ્રના શીતળ કિરણોથી જે સમયે આખી. પૃથ્વી ઉજવળ થઈ ગઈ હતી તે સમયે સકળ ગુણના એક નિધાન રૂપ ધન્યકુમારનું અનુપમ રૂપ, કાંતિ, સભાગ્ય અને અદ્દભુત શરીરાકૃતિ જોઈને અતિ તીવ્ર સ્ત્રીવેદને ઉદય થવાથી તે ગંગાદેવી અતિશય કામાતુર અને ધન્યકુમાર ઉપર રાગવાળી થઈ. કામની અતિ તીવ્રતાથી ગંગાદેવી ચિત્તમાં અતિશય આકુળ વ્યાકુળ થઈ ગઈ, કારણ કે પુરુષ વેદ કરતાં સ્ત્રીવેદનો ઉદય વધારે તીવ્ર હોય છે. ન નિવારી. શકાય એ કામદેવનાં અને જ્યારે મારે આવે છે, ત્યારે તેમાં કેણ સ્થિર રહી શકે? જિનેશ્વર ભગવંતનાં આગમશ્રવણથી જેનાં કાન તથા હદય વાસિત થયાં હોય તે સિવાય બીજો તે કોઈ પણ આવા સમયે સ્થિર રહી શકતો. નથી. તે ગંગાદેવી અતિશય કામવશ થઈ જવાથી લજજા-. દિને મૂકી દઈને મહામોહવડે પિતાનું દિવ્યરૂપે પ્રગટ કરી. ધન્યકુમારને પિતાને વશ કરવા અને તેને કામાધીન કરવા ઘણા પ્રકારના હાવભાવ કરવા લાગી. અપ્રતિહતપણે નયને. અને કટાક્ષેના બાણોની ધન્યકુમાર ઉપર તે વૃષ્ટિ કરવા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust