________________ - 13 : વ્રત પાલનમાં અડગતા ઉપરોક્ત ધર્મકથા વિસ્તારથી ફરમાવીને તે ધર્મભૂષણ મહર્ષિ ધન્યકુમારને કહે છે કે, “ભદ્ર આ રીતે વિષયોને સેવ્યા ન હોય છતાં ઈચ્છા માત્રથી પણ વિષય દુર્ગતિવડે ગહન એવા આ સંસારચકમાં જીવોને ભાડે છે, તે પછી ઈચ્છાપૂર્વક સેવનારની તે કેવી ગતિ થાય? આ સંસારચકમાં રઝળતા જીવોની વિચિત્રતા તો એવી છે કે વિષયને સેવવામાં અપૂર્ણ રહેપૂર્ણ પણ ન લેવાય ત્યારે દુઃખ માને છે અને સંપૂર્ણપણે સેવાય ત્યારે સંસારાસક્ત ભવાભિનંદી જીવો સુખ માને છે. પણ જેવી રીતે મચ્છીમારે માંસને ટુકડે આપીને મસ્યાને મરણ સંકટમાં નાખે છે, તેવી જ રીતે વિષયો પણ વિષયના સાધનરૂપી માંસનો ટુકડો આપીને તેમાં આસક્ત થતા જીને અનંતીવા૨ જન્મ-મરણના સંકટોમાં પાડે છે. આ વાત મોહમૂઢ જ જાણતા નથી. વળી એક મોટું આશ્ચર્ય તો એ છે કે, અજ્ઞાનવશ પ્રાણીઓ અનંતીવાર આ વિષયને પૂર્વ કોલમાં સેવેલા હોય છે, છતાં પણ ફરીને મળે ત્યારે જાણે કે તેને સેવ્યા જ ન હોય તેવી રીતે વારંવાર સેવતાં તેમાં આનંદ પામે છે, રાચે છે, મદ કરે છે, પણ જેમ જેમ રાચે છે, આસક્તિ વધારે છે, તેમ તેમ તે દુષ્કર્મોની સ્થિતિ વધતી જાય છે અને તેવી રીતે ભોગવનારાઓ નરક P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust