________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસન : 199 આ સર્વ ગુણેથી યુક્ત ભદ્રક જાતિને ઉત્તમ હસ્તી છે. જેનાં ઘરમાં આ હાથી રહે તેનાં ઘરમાં ઋદ્ધિ અને પ્રતાપ બહુ વૃદ્ધિ પામે છે. આ સુંદર લક્ષણવાળા અને ધમની રૂચિવાળો હાથી ક્યાંથી મળે? તેથી તમારે જ હવે તેની પ્રતિપાલના કરવી. આ હાથી સાચવવાથી તમને જીવદયા, ગુણીજનનો સંગ, સાધર્મિક વાત્સલ્ય અને તપસ્વીની સેવા એ ચાર મહાન લાભ પ્રાપ્ત થશે.” આ પ્રમાણે સાધવીજીનું કથન સાંભળીને હપૂર્વક રાજા બેલ્યો. “જો આ હાથી મારી હસ્તીશાળામાં હાથી બાંધવાનાસ્થળે પિતાની મેળે આવે, તે ત્યાં તે ભલે સુખેથી રહે છે તે એવી રીતે આવશે તે હું તે જીવશે ત્યાં સુધી જે રીતે આપ કહેશે તે રીતે તેને સાચવીશ અને તેની સેવા કરીશ. ખરેખર આ પ્રાણુને ધન્ય છે કે તેણે તિર્યંચ ભાવમાં પણ ઉત્તમ ધર્મ અંગીકાર કર્યો છે. આમ બલી રાજાએ તે હાથીને કહ્યું : “હસ્તીરાજ! મારી હાથશાળામાં તમે સુખેથી આવો !" આ સાંભળી તે હાથી પિતાની મેળે જ ગામ તરફ ચાલ્યો અને હાથીના નિવાસની શાળામાં જઈને સુખેથી ઊભે રહ્યો. - રાજાએ પણ જે માગ સાધ્વીજીએ દેખાડ્યો તે પ્રમાણે તે હાથીની સંભાળ કરવા માંડી. હાથી બે દિવસ સુધી (છઠ્ઠું) તપ કરે છે. ત્રીજે દિવસે રાજા નિર્દોષ આહારવડે તેને પારણું કરાવે છે, વળી ફરીથી તે છઠ્ઠ તપ કરે છે. આ પ્રમાણે જીવિત પર્યત તપધમ તથા બ્રહ્મચર્ય ધર્મને આચરીને સકળ શ્રતના સારરૂપ પંચ પરમેષ્ઠી મહામંત્રનું 11 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust