________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન H 197 તેને કહ્યું, “હે રૂપસેન ! તારે જરા પણ ચિંતા કરવી નહિ; કારણ કે તું પર્યાપ્તતિર્યંચ પંચેન્દ્રિય છે, સ્પષ્ટ ક્ષયપશમવાળે છે અને પાંચમું ગુણસ્થાનક પ્રાપ્ત કરવાને લાયક છે. જિનેશ્વર ભગવાનના માર્ગને અનુસરનાર અને માત્ર તેટલી લાયકાત મેળવવાથી પણ દુર્ગતિમાં પડવાથી મુક્તિ થાય છે, તે પછી શુદ્ધ શ્રદ્ધાયુક્ત હોય તેનું તો કહેવું જ શું? હવે તું જિનેશ્વર ભગવાનની આજ્ઞામાં દઢતા કરીને તારી શક્તિ અનુસાર તપશ્ચર્યા કર. આમ કિરવાથી દુર્ગતિનાં પતનથી તું બચી જશે !" આ પ્રમાણે તે રૂપસેનને જીવ હાથી અને સુનંદા -સાધ્વીજી વચ્ચેનો વાર્તાલાપ સાંભળી વૃક્ષ ઉપર રહેલા લોકે ચમત્કાર પામ્યા અને બેલવા લાગ્યા; “અહો! આ સાધ્વીજી તે મહાજ્ઞાની અને ગુણના ભંડાર જણાય છે. જુઓ ! આવા કૂર હાથીને પણ દર્શન માત્રથી જ સેવકની જેમ તેમણે પ્રતિબંધિત કર્યો, અને તે હાથી પણ વિનયપૂર્વક તેમની પાસે ઊભો રહી પ્રશ્ન કરે છે, અને ઉત્તર સાંભળે છે. અતિ ઉગ્ર કોપાયમાન સ્વભાવવાળે છતાં તે શાંત સ્વભાવવાળો થઈ ગયો છે, અને તેમની પાસે શાંત થઈને ઊભો રહ્યો છે. આ સાધ્વીજી તે તીર્થરૂપ જણાય છે, પરમ ઉપકારના કરનારા છે. માટે ચાલો ! આપણે તેમને નમસ્કાર કરીએ. હવે આપણને હાથીને કોઈપણ જાતને ભય નથી. સુખે બધા આવે.” આ પ્રમાણે બોલતા લોકે વૃક્ષો ઉપરથી નીચે ઉતરીને સાધ્વીજીને પ્રણામ કરી તેમની સ્તુતિ કરતાં પાસે આવીને ઊભા રહ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust