________________ 196 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0. ' બીજુ કંઈ છે જ નહિ”, મને પણ આ સુનંદા સાવીન પવિત્ર આલંબનથી ભવિષ્યમાં સુખ થશે. તે સિવાય બીજું ઉપાય હું જોતો નથી. હવે તેઓ જે સૂચવે તે જ મારે સ્વીકારવા યોગ્ય છે. મારાં જેવા પાપીનાં દર્શનથી પુણ્યશાળી માણસોના પુણ્યો પણ વિફળ બને છે, જ્યારે આ સાદવજીનાં દર્શન માત્રથી આલેક તથા પરલોકની સિદ્ધિ થાય છે, તથા પાપીઓનો પણ પાપમાંથી ઉદ્ધાર થાય છે. - તેથી આ સાધ્વીજી ખરેખર ગુણરત્નની ખાણ જ છે.” આ પ્રમાણે વિચાર કરી આ સુ સારતે તે હાથી સાધ્વીજી સુનંદા પાસે આવી, સૂંઢવતી વારંવાર પ્રણામ કરતો આ પ્રમાણે વિનંતિ કરવા લાગ્યો; “હે ભગવતિ તમે તો આ ભવસમુદ્ર તરી શકાય તેવા અમોઘ સાધનભૂત ચારિત્રરૂપ નાવમાં ચડ્યા છે, તેથી થોડા કાળમાં જ અવશ્ય ભવસમુદ્રને પાર પામશે, પણ મારી શું ગતિ થશે? અંધને ચક્ષુ આપવાની જેમ તમે તમારી શક્તિ વડે મને જાતિસ્મરણ કરાવીને ભવવિપાક દેખાડ્યો. તે જ પ્રથમ તો તમે મારા ઉપર માટે ઉપકાર કર્યો છે. જાતિ મરણ પ્રાપ્ત થતાં મેં મારા પૂર્વભવને જોયા. તે જોઈને તિર્યંચને ભવ વેદતો હોવાથી કોઈ પણ ધર્મ સાધન કરવામાં અસમર્થ એ હું સંસારના ભયથી વ્યાકુળ થઈને હવે તમારા શરણે આવેલો છું. તો જે રીતે મારું કલ્યાણ થાય તે. રીતે કૃપા કરે.” સાધ્વીજીએ શાનથી તેને આ પ્રમાણેનો આશય જાણુને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust