________________ 198 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 - આસપાસની આ પ્રમાણેની સ્થિતિ જોઈને કેટ ઉપર અને ઘરના માળ વગેરે ઉપર ઊભેલા લોકો પણ ત્યાં આવ્યા, અને થોડા વખતમાં તે ત્યાં હજારો માણસ એકઠા થઈ ગયા. એક બીજાના મુખેથી આ વાત સાંભળી કેઈએ રાજાને પણ કહ્યું; “આજે તે આપણા ગામના સીમાડામાં મેટું આશ્ચર્ય થયું છે.” રાજાએ પૂછયું; “શું આશ્ચર્ય થયું છે?” આમ પૂછવાથી તે માણસે બધો વૃત્તાંત. રાજાને જણાવ્યો અને કહ્યું, “સ્વામિન્ ! આજથી આપણું ગામમાં હાથીને ભય મટી ગ છે.” - રાજા પણ આશ્ચર્યયુક્તચિત્તે આ હકીકત સાંભળી મેટી સેના સહિત સાધ્વીજી પાસે આવ્યા અને તેમને નમસ્કાર કરી પૂછવા લાગ્યા; - “હે ભગવતિ ! આશ્ચર્ય ઉત્પન્ન કરે તેવો બનાવ શી. રીતે બન્યો? કૃપા કરીને તેનું વૃત્તાંત અમને સવિસ્તર જણાવો.” આ પ્રમાણે રાજાએ સાધ્વીજીને વિનંતિ કરી, તેથી લોકોને ઉપકારક જાણુ સાધ્વીજીએ પૂર્વ ભવના વિષયાસક્તિના વિપાકથી માંડીને હાથીએ કરેલ વિનંતિ અને પિતે તેને જણાવેલ ઉપાય–ત્યાં સુધીનું સર્વ વૃત્તાંત વિસ્તારથી ત્યાં જણાવ્યું. આ અદભુત વૃત્તાંત સાંભળી સર્વે ચમત્કાર પામ્યા. વિરાગ્યવાસિત મનવાળા થયા અને ધર્મ પામ્યા. પછી સુનંદા સાધ્વીજીએ રાજાને ઉદ્દેશીને કહ્યું : “હે રાજનું ! P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust