________________ 202 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 નિગોદના થાળાઓમાં વારંવાર જઈને પડે છે. તેથી શ્રી. જિનેશ્વર ભગવાનની વાણી સાંભળીને પાંચે ઇંદ્રિયોના શબ્દાદિ વિષયે, તથા ધાદિ કષાયોને દૂર ત્યજી દઈ વિવેકી આત્માઓએ શ્રી જિનેશ્વરનાં ચરણની સેવા અને બ્રહ્મચર્યને સ્વીકાર કરે તે જ હિતાવહ છે, કલ્યાણકારી છે.' આ પ્રમાણે ભાગ્યશાલી ધન્યકુમારે તે મહર્ષિની પાસેથી સાંભળીને “વિષયે અવશ્ય ત્યજવા લાયક છે.” એવી શ્રદ્ધા થવાથી મહા અનર્થનું મૂળ એવું પરસ્ત્રીસેવન ત્યજી દઈ સ્વદારા સંતોષરૂપ ચતુર્થ વ્રત તેઓની પાસે તેણે ગ્રહણ કર્યું. ત્યાર પછી ધન્યકુમાર આત્માને કૃતાર્થ માનતો હર્ષપૂર્વક તે ઉપકારી મુનિવરોને વારંવાર પ્રણામ કરતે અને બ્રહ્મચર્યવ્રતની ભાવના ભાવતો આગળ ચાલ્યો અને રસ્તા ઉલ્લંઘવા માંડયો. પ્રસન્ન ચિત્તથી નિર્ભયપણે આગળ ચાલતો ચાલતો ઉત્તમ અને ઉજવળ ભાગ્યનિધાનરૂપ તે કુમાર અનુક્રમે કાશી નગરની સમીપે આવ્યું, ત્યાં નગરની નજીકમાં રહેલી ગંગા નદીના કિનારા ઉપર ઉત્તમ સ્થાનકે પિતાનાં વસ્ત્રાદિને મૂકીને ઉનાળાના સખત સૂર્યના તાપથી આખે શરીરે ખેદિત થયેલ તે ખેદ ઉતારવા માટે સેવામાં ગજ ઊતરે તેમ તરંગથી વ્યાત એવી ગંગા નદીમાં સુખરૂપ સ્નાન કરવા ઊત, ગંગા નદીમાં સ્નાન કરવાથી તેના શ્રમને નાશ થયો. અને કાંઠા ઉપર બેસીને જે પ્રાપ્ત થયું, તેનો આહાર કરી માખણના જેવી સુકોમળ ગંગા નદીના કિનારા ઉપરની P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust