________________ 0 0 0 0 0 0 0 વ્રત પાલનમાં અડગતા : 207 ઉત્પન્ન થયેલ દુઃખ સર્વસ્વને અનુલાવનાર લલિતાંગકુમારની માફક કામસંજ્ઞાનો ઉદય થતાં પરસ્ત્રી ભોગવવાની ઈચ્છા માત્ર પણ કરે? જે મનુષ્યો આ ભવમાં વિષય સેવનના સમયે ક્ષણ માત્ર પણ પરસ્ત્રીના સંગથી ઉત્પન્ન યેલું સુખ ભોગવીને આનંદ માને છે, તે મનુષ્યો પછીના ભાવમાં પરસ્ત્રીસંગથી બંધાયેલા કમને ઉદય થતાં નરકક્ષેત્રમાં નારકપણે ઉત્પન્ન થઈને અસંખ્ય કાળ સુધી પરમાધામી દેએ કરેલી વેદનાને અને સુધા તૃષા વગેરે દસ પ્રકારની -સ્વાભાવિક વેદનાને અતિ આકરા સ્વરૂપમાં ભોગવે છે.” (નારકીના છ શીત, ઉષ્ણ, સુધા, તૃષા, ખરજ, પરવિશપણું, જરા, દાહ, ભય, અને શોક - આ દસ પ્રકારની વેદના ભગવે છે.) કામ ભોગે ક્ષણમાત્ર સુખ આપનાર અને બહુ કાળ પય“ત દુઃખ આપનાર છે. અ૫ સુખ આપનાર અને પ્રચૂર દુઃખ આપનાર છે. વળી સંસાર અને મોક્ષનું અંતર વધારનાર છે. શત્રુરૂપે કાર્ય કરનારા છે. અને અનર્થોની તો ખાણ રૂપ છે. શ્રી જિનેશ્વરના સિદ્ધાંતોને વિષે કહેલાં તને જાણનારા પુરૂષો બળવાન એવા કામદેવને પણ કેવી રીતે વશ થાય? અતિ ધમધમાયમાન જવાળાઓવાળા અગ્નિમાં પ્રવેશ કરી મરણ પામવું સારું છે, પરંતુ નરકરૂપી તરંગાયમાન સમુદ્રમાં દોરી જનાર પરસ્ત્રીના શરીરરૂપી નદીમાં સ્નાન કરીને શાંત થવું તે અતિ દુઃખદાયી છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust