________________ 194: કારત્ન મંજૂષા. ભાગ-૧ 0 0 0 0 0 0 મોહ તું શા માટે ત્યજતો નથી ? મારા માટે કલેશ સહન કરતાં સાત સાત ભવ તો તારા વ્યર્થ ગયા. મારા માટે છે છ ભવ સુધી નિરર્થક મરણ પામી આ સાતમા ભવમાં ઉત્પન્ન થયા છે. હજુ પણ બધા દુઃખનાં કારણરૂપ પ્રેમ બંધનને શા માટે તું ત્યજી દેતો નથી ? પ્રથમ તું રૂપન હતા, પછી મારા ગર્ભમાં છો. અને ત્યાંથી મરણું પામીને સર્પ, કાગ, હંસ, તથા હરણ થઈ છેવટે આ સાતમા ભવમાં તું હાથી થયો છે. ભવેના ભવે સુધી અનર્થદંડે દંડાઈ તું દુઃખી થયો છે; માટે નેહબંધન તેડી બંધ પામ!” સાધ્વીનાં આવાં વચનોને સાંભળી હાથી ઉહાપોહ કરવા લાગ્યો. આવી દશા કેઈક સમયે અનુભવી છે ખરી !" આ રીતે વિચારો ઉપર વિચાર કરતાં જ્ઞાનાવરણીય કર્મને ક્ષપશમ થવાથી તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પોતે સંજ્ઞીપંચેન્દ્રિય હોવાથી પોતાના સાતે ભવ તે બરાબર જોઈ શક્યો. અને તેથી પોતે અનુભવેલાં સુખ-દુખ તેની સ્મૃતિમાં આવ્યાં, એટલે જાણે વજીથી હણાયો હોય તેમ તે નિશ્ચષ્ટ બની ગયો. પછી ક્ષણવારમાં પાછે સાવધાન બની એક દીર્ઘ નિઃશ્વાસ નાખી જણે હાથમાં આવેલ રત્ન પોતે ફેંકી દીધું હેય તેમ તે હાથી વિચારવા લાગ્યો; “અરેરે ! નેડમાં તથા કામમાં અંધ બની જઈ મેં આ શું કર્યું? કરોડની કિંમતવાળો ચિંતામણિ રત્નથી પણ અધિક મનુષ્યભવને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust