________________ 182 : કથાન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 પાપને નાશ કરવાના ઉપાય પણ આપની પાસેથી જ પ્રાપ્ત થશે.” રાજાએ પણ કહ્યું “સ્વામીન ! આપના ઉપદેશથી ‘અમુક સુખ અથવા દુઃખ આપનાર છે.” એ અનાદિ કાળને અમારે ભ્રમ દૂર થયો છે, જીવો કર્મોદયથી ઉત્પન્ન થયેલા અજ્ઞાનને વશ થઈને અનેક પ્રકારનાં દુષ્કૃત્ય કરે છે. આપના ઉપદેશથી અમને રાગદ્વેષની વૃદ્ધિ થતી બંધ થઈ જશે, માટે આપ અમારા ઉપકાર માટે તે સુખેથી કહે.” આટલો આગ્રહ થવાથી તે મહર્ષિએ રાણી સુનંદાને ઉદ્દેશીને જણાવ્યું; “સુનંદા ! બાળપણામાં જ્યારે તમારા મહેલની અગાશીમાં સખી સાથે ઊભાં ઊભાં કોઈ ગૃહસ્થના ઘરમાં તેને રૂપ યૌવન, વિનય વગેરે ગુણોથી યુક્ત એવી પિતાની ભાર્યાને કાંઈક બહાનું કાઢીને મારતાં જોઈને તમને પુરુષ ઉપર દ્વેષ ઉત્પન્ન થયે હતો તે સાચી વાત?” મુનિનું કહેવું સાંભળી આશ્ચર્ય પામી સુનંદાએ કહ્યું કે, “પ્રભે! આપ કહે છે તે સત્ય છે.” તે દ્વેષથી તમે લગ્ન કદિ ન કરવાની પ્રતિજ્ઞા કરવા માંડી પણ સખીઓએ ના પાડવાથી પ્રતિજ્ઞા લીધી નહીં. સમય જતા તમે યુવાન થયા, એટલે તે જ મુજબ અગાશીમાં ઉભા ઉભા કેઈ સુખી ગૃહસ્થના ઘરમાં યુવાન સ્ત્રી -પુરૂષોને વિલાસ કરતા જોઈ તમને તીવ્ર રાગને ઉદય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust