________________ = 1 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપાસેન 181 અમુક જીવે પૂર્વભવના કર્મોદયથી કુકર્મ કર્યું, પણ તેના પુણ્યના બળથી કેઈના જાણવામાં તે હકીકત આવી નહીં. આવી વાત ગુરુ કૃપાથી પ્રાપ્ત જ્ઞાનના યોગે અમારા જાણવામાં આવી; પરંતુ તે જીવ પોતે કરેલ કુકમની વાત સાંભળી કદાચ મનમાં દુભાય અથવા શરમાય અથવા સંબંધીઓ તે વાત સાંભળી તેના ઉપરથી નેહ છેડી દે અથવા છેવટે મનમાં દ્વેષ રાખે, અતિ નિકટ સંબંધમાં રહેલા તેઓ કદાચ તાડના પણ કરે અને દુઃખથી પીડાઈ તે જીવ કહેનાર હિતષી જ્ઞાની ઉપર શત્રુની માફક દ્વેષી બની નાહક કમેં બાંધે. વધારે નહિ તે છેવટે સંબંધ તે તોડી જ નાખે, તેમ લાગવાથી તે વાત ન કરવી તે જ શ્રેયસ્કર લાગે છે.” તે ધર્મરત્ન મહર્ષિએ કહેલી સર્વ વાત સાંભળી સુનંદા બોલી, ભગવન્! આપે જ હમણાં ઉપદેશ કરતાં કહ્યું કે, જીવો બધી કરણી પૂર્વના કર્મોના ઉદયથી કરે છે, માટે સમજુ માણસોએ તેમાં આશ્ચર્ય પામવા જેવું કાંઈ છે જ નહિ; પરંતુ કરેલ પાપનો પશ્ચાત્તાપ કરો કે જેથી પાપની વૃદ્ધિ બિલકુલ ન થાય. આપનાં વચનથી આટલું જાણ્યા પછી આ૫ નિઃશંકપણે કર્મોદયથી ઉત્પન્ન થયેલ વૃત્તાંત અમને કહો.” મહર્ષિએ ફરમાવ્યું; “ભાગ્યશાળીઓ તે વૃત્તાંત સાંભળીને તમે દુર્ભાવયુક્ત તો નહિ થાઓને?” રાણીએ કહ્યું; “ભગવન્! સુખેથી આપ ફરમાવો. અમને અજ્ઞાન દશામાં કરેલા દુષ્કત સંબંધીની વાત સાંભળી તે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust