________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અન રૂપસન : 2 એટલે રાજાએ પૂછયું; “કાયાથી પાપ કરવાથી થાય તેના કરતાં પણ ઘણીવાર માણસ મનોરથ માત્રથી વધારે દુઃખી થાય છે. તેવું જેને માટે આપે જ્ઞાનથી જોયું તે જીવ કોણ છે? અને કઈ રીતે ફક્ત કુકર્મોનું ચિંતવન કરવા માત્રથી તે વધારે દુઃખી થયો છે તે દયા કરી આપ અમને જણાવે કે જેથી મારા જેવા અજ્ઞાની ઉપર કાંઈક ઉપકાર થાય.” જવાબમાં જ્ઞાની ધર્મરત્ન મહર્ષિએ કહ્યું; “રાજન ! વિષય કષાયને વશ છે સંસારમાં જે જેતા નથી, સાંભળતા નથી તથા અનુભવતા નથી, તે વિષય, કષાય યુક્ત માત્ર કલપનાઓ કરી પરંપરાઓ અનંતા કાળ સુધી વધ, બંધન, તાડન તાપ, છેદન, ભેદન વગેરે નરક નિગોદાદિમાં જે દુઃખને અનુભવે છે કે તેનું વર્ણન જ્ઞાનીઓથી પણ કરી શકાય નહિ.” રાજાએ કહ્યું : “મહાત્મન્ ! નરક તથા નિગોદ સંબંધી આપે જે કહ્યું તે નરક નિગોદનું સ્વરૂપ આ આસન ઉપર બેસી આપ અમને કહો. આપને સ્થાને જવામાં કાંઈક વિલંબ તે થશે, પરંતુ સાધુ મહાત્માઓને રોકાવાથી પણ લાભ જ થાય છે. આપ મારા ઉપર કૃપા કરવા સમર્થ છે, તેથી જ હું પ્રાર્થના કરું છું.” તે મહર્ષિએ પણ મોટો લાભ થશે એમ સમજી ત્યાં શિકાઈ ને જૈન શાસ્ત્રમાં વર્ણવેલ નરક નિગોદનું સ્વરૂપ, કર્મબંધનાં વિપાક, હેતુઓ ઈત્યાદિ તે બંનેને સમજાવ્યું. રાજા આ સાંભળી આશ્ચર્ય પામી સંસારથી ડરી મુનિને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust