________________ 8 : : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 ૦નમસ્કાર કરીને પૂછવા લાગ્યો; “જે આ સંસાર અનર્થોથી ભરપૂર જ છે, તો પછી હરહંમેશ પાપકર્મો કરનારા એવા મારા જેવાની શી દશા થશે ?" “રાજન ! હજુ કાંઈ ગયું નથી. જે અત્યારથી ચેતી મન, વચન તથા કાયાને શુદ્ધ કરી ધર્મનું આરાધન કરશે, તે જુજ સમયમાં દઢપ્રહારી, અજુનમાલી, ચિલાતીપુત્ર વગેરે મહાકુકમી આત્માઓની માફક બધા કર્મોને ક્ષય કરી મુક્તિસુખ અવશ્ય મેળવશે. મોક્ષ જેવું સુખ બીજી એકેય નથી. માટે શક્તિ અનુસાર ધર્મનું આચરણ કરવું યોગ્ય છે.” પૃથ્વીવલલભ રાજાએ પૂછયું, “હે સ્વામીનું ! જેને નિમિત્તે અમે અહિં આપની પાસેથી અમૂલ્ય સુખડી પ્રાપ્ત કરી, તેની વાત તો આપે કહી નહીં, તે સાંભળવાનું અમને બહુ મન છે. માટે દયા કરી તે વાત અમને કહે', રાજન્ ! કર્મની ગતિ વિચિત્ર છે, તેની આગળ કેઈનું ઉપજતું નથી. માટે જ જે કુળવાન કુટુંબમાં ઉત્પન્ન થયા હોય છે, તેઓ પાપવૃત્તિનું મનથી પણ ચિંતવન કરતા નથી, કરવાની વાત તો બાજુ પર રહી, પણ કુકર્મની વાર્તાથી પણ તેઓ ખેદ પામે છે. આવા માણસને પણ પૂર્વના પ્રબળ કર્મો ઉદયમાં આવતાં ન સમજી શકાય તેવો મતિવિપર્યાસ થઈ જાય છે. આવી વાતને સાંભળી માણસે તે સાચી માની ન શકવાથી કહેનારને ઉપાલંભ દે છે; પરંતુ કર્મના ઉદયથી આપણું બુદ્ધિ આપણને આવા ખરાબ માગે દોરે છે. આ પ્રમાણે કે ન શકવાથી કહેન પરંતુ ક આપણને PP AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust