________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂ૫સેન : 185 આ તે સમયે પૃથ્વીવલ્લભ રાજા અને સુનંદી રાણી આ તમામ વાત સાંભળી સંસારમાંથી વિરક્ત બની કહેવા લાગ્યાં; ‘આ સંસારનું સ્વરૂપ કેવું વિચિત્ર છે. !" રાજાએ ફરીથી પૂછયું, “મહર્ષિ! સ્ત્રીમાં આસક્ત માણસોની શું આવી જ દશા થાય છે ?" ' જવાબમાં મુનિવરે ફરમાવ્યું; “હે રાજન્ ! કેવી ઘોર નિદ્રામાં તમે પડ્યા છો? અઢાર પાપસ્થાનોમાંથી એક પણ પાપસ્થાનક ફક્ત એક ભવમાં જ સેવવાથી અનતકાળ સુધી તે આત્મા નરક તથા નિગોદમાં રખડે છે, અને જે અનંત ઘર દુખોને ભેગવે છે, તેનું સ્વરૂપ ફક્ત કેવળી જ જાણે છે. આ સંસારમાં દેવે ચ્યવીને પશુ થાય છે, પશુ દેવ થાય છે. માતા પુત્રી થાય છે, પુત્રી માતા થાય છે. તથા કૂવચિત સ્ત્રી પણ માતા થાય છે અને માતા સ્ત્રી થાય છે, પિતા પુત્ર થાય છે, તથા પુત્ર પિતા થાય છે, વળી આ જીવ સેવક, ધાન, ઘોડો અથવા ગધેડો પણ બને છે. શત્રુ મરીને મિત્ર, પ્રિયા કે પુત્ર બને છે. રાજા મરીને દાસ બને છે. બ્રાહ્મણ મરીને ઢેઢ થાય છે. ઢેઢ બ્રાહ્મણ થાય છે. ચક્રવતી મરીને કંગાળ ભિખારી પણ બને છે. ગમે તે જીવ મરીને વેશ્યા, વાઘ, હરણ, મત્સ્ય ગમે તે બને છે. બધી જાતના જીવો સાથે સંબંધમાં આવી શકે છે. દરેક જીવને એક એક જીવ સાથે હજારો વાર આગળ સંબંધ થયો હોય છે. ચોરાશી લાખ જીવાનિમાં સર્વ જાતિમાં અને સર્વ જગ્યાએ અનન્ત વાર આ જીવ જન્મ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust