________________ 0 * 0 0 0 0 0 0 સુનંદા અને રૂપમેનઃ 191 તે હાથી સૂંઢવડે ઊપાડીને આકાશમાં ઊછાળતો, પછી આયુષ્યબળના પ્રમાણમાં કેઈક જીવતા રહેતા અને કેઈક મૃત્યુ પણ પામતા. કેઈકને માથાથી ઊપાડી, જમીન ઉપર પછાડી મારી નાખતો, કેઈકને જળી ગયેલ કપડાની માફક ચીરી નાખતો. આ પ્રમાણે લોકોને હેરાન કરીને તે હાથી વનની ગુફામાં પાછો ચાલ્યો જતે. જેને જેને સીમમાં કઈ બહુ જરૂરી પ્રસંગે જવું પડતું, તેના હૃદયમાં તેના ભયનું શલ્ય પોતે પાછો ફરે ત્યાં સુધી રહ્યા જ કરતું. તે નગરમાં બધા લેક હાથીના ભયથી આ રીતે ત્રાસ પામેલા જ રહેતા હતા. એકવાર સુનંદા સાધ્વીએ જ્ઞાનબળથી જાણ્યું કે; “કાલે સવારના હાથી ગામની સીમા પાસે આવવાનું છે. એટલે સવારની સવે ક્રિયા કરી ઈંડિલ જવાના બહાને એક સાધ્વી સાથે તેઓ ઉપાશ્રયની બહાર નીકળ્યાં. તેઓ તે ગામમાં દરવાજા પાસે આવ્યાં, એટલામાં ત્રાસ પામેલા, ભયથી કમ્પતા, દેડક્યા આવતા ત્યાંના રહેવાસીઓ સાથ્વી સુનંદાને બહાર જતાં જોઈ કહેવા લાગ્યા. માતા આ ! આપ બહાર ન જશે. આજે હાથી ગામની સીમમાં ફરે છે. મનુષ્યને જોઈને તેના તરફ ત્રાપ મારે છે અને હાથે ચઢે છે તેને મારી નાખે છે; માટે આપ પાછા ફરી હાલ ઉપાશ્રય તરફ જાઓ. બહાર જવાને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust