________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 188: રાજાએ નગરમાં આવી, પિતાના પુત્ર પૃથ્વીચંદ્ર યુવરાજને રાજ્ય આપ્યું. યોગ્ય વ્યવસ્થા કરી. પછી તે પૃથ્વીચંદ્ર રાજાએ પોતાના પરિવાર સાથે. ગુરુ મહારાજ પાસે આવી પિતાના પિતાને દીક્ષા આપવાની વિનયપૂર્વક પ્રાર્થના કરી. પ્રથમ ગયેલા મુનિઓ પાસેથી બધી હકીકત જાણેલી હોવાથી ગુરૂ મહારાજે તેની પ્રશંસા કરી અને તેને તથા ભવથી ઉદ્વિગ્ન થયેલ સુનંદા વગેરેને દીક્ષા આપી. પૃથ્વીવલલભ રાજર્ષિએ ચારિત્ર અંગીકાર કરીને ઉત્કટ-- ભાવથી તથા હર્ષપૂર્વક પોતાની શક્તિ પ્રથાણે શ્રત-સિદ્ધાંતને અભ્યાસ કરવા માંડ્યો. સુનંદા સાધવીજીએ કે પૂર્ણ વૈરાગ્ય પૂર્વક ચઢતા ભાવે તપ આચરવા માંડ્યો. રાજર્ષિ પૃથ્વીવલ્લભ મુનિ બાર વર્ષ સુધી અતિચાર રહિતપણે સંયમનું આરાધન કરી, ઘાતિકર્મ ખપાવી, કેવળજ્ઞાનને પામી છેવટે યોગનિરોધ કરી મોક્ષે ગયા. તેમની સાથે દીક્ષા લેનાર સાધુઓ પણ ચારિત્ર આરાધી, કેટલાક મોક્ષે ગયા અને કેટલાક સ્વર્ગે ગયા, વર્ગમાંથી નીકળી કેટલાક ભવ કરી તેઓ પણ મનુષ્યભવ પામી મોક્ષે જશે. - સાધ્વીજી સુનંદા વૈરાગ્યરંગમાં હંમેશા તરબોળ રહેતા હેવાથી ઉત્કટ તપથી અવધિજ્ઞાન પ્રાપ્ત કરી આહલાદ-- પૂર્વક નિરતિચારપણે સંયમ પાળવા લાગ્યાં. એકવાર પોતાના ગુરુણીજી પાસે પિતાની પૂર્વાવસ્થાનું વર્ણન કરીને તેમણે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust