________________ 184 : કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 ઊભી ઊભી તેણે તમને વધામણી દીધી. તમે રાજી થયાં. અને તે મહાબલ ઉપર ચઢી આવ્યો.” “આ વખતે અન્ય સખીઓના ટેળાંને આવતું જોઈને વસંતે દીવો ઓલવી નાખે. તેનો હાથ ઝાલી વસંતે તેને તમારા પલંગમાં મૂક્યો. અન્ય સખીઓને સમજાવી બીજા કામ માટે મોકલી દીધી. અંધારામાં તેને રૂપસેન સમજી તમે તેને તમારી સાથે સંભોગ કરવા દીધે. પેલી સખીઓ પાછી આવવાના ભયથી તમે તેની સાથે વાત પણ કરી નહીં. “સંયોગ મળતાં વાત કરીશું.' તેમ કહી વસંતે તેને જવા કહ્યું. તે સાંભળી તમારા તૂટેલ હાર વગેરે લઈ તે ચાલતો થયો.” | પિતાની ધારણાથી વિપરીત બનેલી હકીકત સાંભળી દીર્ઘ નિઃશ્વાસ મૂકીને તે જ્ઞાની મુનિ મહારાજશ્રીને સુનંદાએ કહ્યું, “ભગવદ્ ! આપ કહે છે, તેમાં શંકા જેવું તે, શેનું જ હોય ? પણ હવે રૂપસેનનું શું થયું ? તે કહો.” તે જ્ઞાની મહર્ષિએ રૂપસેનની સર્વ હકીકત જે ત્યાર બાદ બની હતી, તે બધી સુનંદાને વર્ણવીને કહીને કહ્યું, “તે રૂપાસેનનો જીવ હરણ તમારા પરના અત્યંત રાગને વશ થઈ ને ત્યાંથી જઈ શકતો નહોતો; રાજાએ તેને માર્યો. તમે તેના જ માંસનું આટલા હર્ષ સાથે ભજન કરતાં હતાં. કમની ગતિ આવી વિચિત્ર છે; આ બધી હકીકત જાણુને અમે માથું ધૂણાવ્યું હતું, આ સિવાય બીજું કાંઈ કારણ નહોતું.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust