________________ 186 : કારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 મરણ પામ્યો છે, તેમાંની એક પણ જાતિ બાકી નહિ રહી ગઈ હોય કે જ્યાં આ જીવ જઈ આવ્યો ન હોય, માટે ભાગ્યવાન! હવે જાગે. પશ્ચાત્તાપ કરી ચારિત્ર ધમનું આરાધન કરે. નહિતર સંસારમાં ભમ્યા જ કરવું પડશે. જ્યસુખ તે શરદ ઋતુના વાદળાં જેવું ચંચળ છે. જિનેશ્વર ભગવાને સંસારનું સ્વરૂપ આવું ભાગ્યું છે. હવે તમને જે ચોગ્ય લાગે તે કરો.” તે જ્ઞાની મહાત્માની દેશના સાંભળી પાસે બેઠેલા સર્વ માણસે વૈરાગ્ય પામ્યા. - રાજા પોતે ઊઠી તે મુનિવરનાં ચરણોમાં પડી કહેવા લાગ્યો; “ભગવન્! આપ નિષ્કારણ ઉપકાર કરવાવાળા છે, દયાના ભંડાર, અનાથના નાથ છે. આ અગાધ સંસારમાં ડૂબતા અમારા જેવા જીવોને આપ આપના આગમનથી સહજ વારમાં તારી શકો છો. હવે આ સંસાર સાગરમાંથી અમારે ઉદ્ધાર થશે, એ નિશ્ચિત છે. જે આપનું આગમન ન થયું હોત તે અમારી શી દશા થાત ?" સુનંદા પણ અશ્રુ સારતી, પ્રાર્થના કરવા લાગી; “હે દયાના ભંડાર! હું દુર્ભાગી, કુકર્મ કરવામાં તત્પર તથા બહુ પાપથી ભરેલી હોવાથી મારી શી દશા થશે? આટલા મોટા પાપનું પ્રાયશ્ચિત્ત મને કઈ રીતે મળી શકશે ? કૃપા કરીને આપ મને કાંઈ માર્ગ બતાવો.” તે મહર્ષિએ કહ્યું: “હે ભદ્ર! ચારિત્ર ગ્રહણ કરવાથી તથા શ્રી અરિહંત ભગવાનનાં શાસનનું બરાબ૨ આરાધન P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust