________________ 108 કારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 આગળ બેઠેલા પૃથ્વીવલ્લભ રાજા તથા સનંદા રાણી બંનેની દષ્ટિ તે તરફ ગઈ. તેથી રાજાએ મુનિને બહુમાનપૂર્વક પૂછ્યું. “હે મહાત્મા ! તમે માથું ધૂણાવ્યું તે અમને માંસ ખાતાં જોઈ ગછા આવવાથી કે તે સિવાય બીજો કોઈ હેતુ છે ખરો ? અમારા કુળમાં માંસ ખાવાની તે પરંપરા છે. તમારા જેવા મોટા માણસે કાંઈ નિમિત્ત સિવાય માથું ધૂણાવે અથવા નિંદા કરે તે બનવા યોગ્ય નથી. માટે હું પૂછું છું કે શા કારણથી આપે માથું ધુણાવ્યું?” - જ્ઞાની મહર્ષિએ કહ્યું; “રાજન ! માંસભક્ષણ તે અમારા કુળની પરંપરા છે તેમ જે તમે કહ્યું તે તો અમારા પણ ધ્યાનમાં છે. જિનવાણીથી અજ્ઞાત, અનાદિ કાળથી વિચિત્ર સ્વભાવવાળ તથા ઇંદ્રિયોને વશ થયેલો મૂઢ જીવ ઈદ્રિયોની તૃપ્તિ માટે શું શું નથી કરતો? સંસારના યથાર્થ સ્વરૂ પથી અજ્ઞાત જીવ મિથ્યાત્વ, અવિરતિ, કષાય ને વેગ ઈત્યાદિથી પ્રેરાઈને ઇદ્રિના સુખેથી બંધાઈ અઢારે પાપસ્થાનકે સેવે છે. અને એના દ્વારા નરકાદિ દુગતિઓમાં તે અનંત વેદનાઓને ભેગવે છે, કેમ કે જેવું કરે તેવું પામે, પણ વધારે આશ્ચર્ય જેવું તો એ છે કે, કુકર્મો કરવાથી જે પાપ થાય છે, તેના કરતાં પણ કુકર્મનાં ચિંતન માત્રથી કરેલ પાપોના પરિણામે ઘણીવાર આત્મા વધારે દુઃખી થાય છે, જ્ઞાન દ્વારા આ વાત પ્રત્યક્ષ જેવાથી અમે માથું ધૂણાવ્યું હતું. બીજું કાંઈ કારણ નહોતું. આમ કહી મુનિ અટક્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust