________________ 176 : કથારને મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 રૂપસેનને જીવ પણ હતો. આમ તેમ ભમતાં તે હરણની દષ્ટિ ઘોડા ઉપર બેઠેલી સુનંદા ઉપર પડી, એટલે તેના ઉપર તેને મેહ થઈ આવ્યું. તેને દેખતાં જ તે હરણ મોહમાં અંધ બની ગયે. અને હર્ષથી નાચાનાચ કરતા ફરી ફરીને એક દષ્ટિએ તેના સામું જ નિહાળવા લાગ્યા. આ સમયે સેવકોએ ગાન બંધ કર્યું, એટલે બધા હરણે જુદી જુદી દિશા તરફ નાસવા લાગ્યા, પરંતુ રૂપાસેનને જીવ હર્ષથી ભરાયેલા અને ત્યાં જ ઊભે રહ્યો. તેની આવી દશા જોઈ પૃથ્વીવ લભરાજા પોતાની પ્રિયતમાં સુનંદાને કહેવા લાગ્યો; “પ્રિયે! આ હરણ પૂર્ણ આસક્ત થયેલ હોય તેમ લાગે છે; ગાયન બંધ થતાં બધા હરણ નાસી ગયા, પણ આ હરણ ફરીને ગાન સાંભળવાની આશાએ ઊભો રહ્યો જણાય છે. આ હરણ ભર જુવાનીમાં હેવાથી પુષ્કળ માંસવાળો છે, એટલે તેનું માંસ બહુ સ્વાદવાળું લાગશે. આમ બેલી બાણને કાન સુધી ખેંચી. પૃથ્વીવલ્લભરાજાએ તેના ઉપર છેડયું, તેથી તે હરણ હણાઈને તરત જ જમીન ઉપર પડયો અને એક ક્ષણમાં જ ત્યાંથી મરી તે વિદ્યાદ્રિમાં કેઈ હાથિણીને પેટે હાથીપણે ઉત્પન્ન થયો. રાજા તે હરણના શરીરને ઉપડાવી પોતાના સુંદર આવાસમાં આવ્યું. ત્યાં રયાને તેણે આદેશ કર્યો કે, આનું માંસ બરાબર પકાવજે, સુંદર સુંદર મસાલા ભેળવી સ્વાદિષ્ટ બનાવજે.” સેવકોએ રાજાની આજ્ઞાનુસાર સુંદર P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust