________________ -0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન H 175 અમે કેટલાક હરણને મારીએ છીએ. એમાં કાંઈ પાપનું કામ કરતા નથી. લાભ તે દેખીતે જ છે, કેમ કે તેથી ચલિત લક્ષ્યને પાડી શકવાને અનુભવ થાય છે.” સુનંદાએ પોતાના સ્વામીની આ વાત સાંભળી એમ જ હશે એમ સમજી તે વાત સ્વીકારી. જૈન ધર્મના બંધ સિવાય ખરા તવનું જ્ઞાન ક્યાંથી થાય? સુનંદાએ પછી પિોતાના સ્વામીને કહ્યું, “પ્રાણનાથ ! મહાઆશ્ચય ઉત્પન્ન કરે તેવી તે કીડા એકવાર મને દેખાડો.” રાજાએ કહ્યું; “ભલે, ફરી જ્યારે શિકાર કરવા જઈશ ત્યારે તને સાથે લઈને જઈશ.” કેટલાક દિવસ ગયા પછી રાજાએ સુનંદાને કહ્યું; આવતી કાલે અમે શિકાર માટે જવાનો વિચાર રાખીએ છીએ, જોવાની ઈચ્છા હોય તે સાથે આવવા તૈયાર રહેવું,” બીજે દિવસે રાણીને સાથે લઈ સૈન્ય સાથે રાજાએ જંગલના ઊંડા ભાગમાં જઈ એક મેટા ઝાડ નીચે ઊભા રહી સેવકોને આદેશ કર્યો, “ગીત ગાનથી હરણના ટોળાને તમે આ તરફ ખીચી લાવો” સેવકે પણ પોતાની ગાયનકલાથી હરણના ટોળાને ત્યાં ખીંચી લાવ્યા. રાજા-રાણી ઘોડા ઉપર સ્વારી કરી ત્યાં આગળ ગયા. ત્યાં રાગથી બંધાઈ ગયેલ ચિત્તવાળા, જાણે ચિત્રમાં આલેખેલા હોય તેની માફક સ્થિર થઈને એક ધ્યાનથી ગાયકના કંઠેથી નીકળતાં મધુર ગીતને સાંભળતાં તેઓ ઊભા હતા. તે બધાયમાં હરણપણે ઉત્પન્ન થયેલો P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust