________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપમેનઃ 173 દેષ્ટિ પાછી સુનંદા ઉપર પડી; મેહ ઉત્પન્ન થતાં તે સુનં. દાનાં મોઢા સામું જોઈ મધુર શબ્દથી અવાજ કરતે અનિમિષપણે તેના સામું જોઈ રહ્યો. તે સમયે એક કાગડો. ઉડતો ઉડતે તે ઝાડ પર જ્યાં હંસ બેસીને સુનંદાને એકદયાને જોઈ રહ્યો હતો ત્યાં તેની પાસે બેઠે. તે કાગડો રાજાના સુંદર સફેદ વસ્ત્રો જોઈ તેના ઉપર ચરક્યો. તેથી ગુસ્સે થઈ રાજાએ બંદુક લઈ જેવી ગોળી છોડી કે તરત. જ ચેતી જઈ તે લુ કાગડો ઉડી ગયો, એટલે તે ગોળી. તેને તે વાગી જ નહિ, પરંતુ સુનંદાના રૂપમાં મૂઢ બનેલા હંસને વાગી. તેના આઘાતથી હંસ તરફડતે રાજાની આગળ પડયો. તે જઈ એક ડાહ્યો માણસ બોલી ઊઠોઃ “સ્વામિન, કાગડાએ કરેલું પાપ બિચારા હંસને ભારે પડ્યું, ત્યારે બીજાએ કહ્યું, “માઠી સંગતિનાં ફળ આમ જ ભોગવવા પડે છે. તે હંસને જોઈને રાજાને પણ દયા આવી, પણ. શું કરે ? ગોળી લાગી તે કાંઈ ન લાગી થાય તેમ નહોતું. રૂપસેનને જીવ હંસ ત્યાંથી મરીને તે નગરના પ્રદેશના વનમાં ફરતા હરિના ટેળામાં એક હરિણીની કુક્ષિમાં હરણપણે ઉત્પન્ન થયે. સમય વ્યતીત થતાં તેનો જન્મ થયો. જન્મ પામી માતાનું દૂધ પીતે તે તેની સાથે. ભમવા લાગ્યો. અનુક્રમે વય વધતાં જુવાન થઈ તે હરણના ટોળા સાથે જંગલમાં ફરવા લાગ્યા. ઘાસ તથા જળથી. સંતુષ્ટ થઈ તે સુખે કાળ નિગમન કરવા લાગ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust