________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસન : 177 મસાલાઓમાં તે હરણના માંસને મેળવી, ઘીથી તેને તર કરી, માંસને પાક બનાવી સેનાના વાસણમાં ભરીને રાજાની આગળ લાવીને તે રસાઈ ધરી, એટલે બધા સેવકોને યોગ્યતા પ્રમાણે વહેંચી આપી, રાજા રાણી બને તે ખાવા લાગ્યા. તેને સ્વાદ મેળવીને ફરી ફરી તેની પ્રશંસા કરવા લાગ્યાં કે, “આ માંસ તે બહુ સ્વાદિષ્ટ નીકળ્યું. આગળ બહુવાર માંસ ખાધું હતું, પણ આ તે ખરેખર અપૂર્વ છે.” આ સમયે તેમના ભાગ્યમે ત્યાં આગળ બે સાધુ મહાત્માઓ આવી ચડ્યા. માર્ગે ચાલ્યા જતાં તેમાંથી આ અનુચિત દશ્ય જોઈ એક ચાર જ્ઞાનના સ્વામી મુનિએ જ્ઞાનના ઉપયોગથી રૂપસેન તથા સુનંદાનાં પૂર્વ જીવનની ઘટનાને જાણીને બીજા મુનિને કહ્યું “ભાગ્યશાળી! નિરર્થક કરેલાં કર્મોનાં ફળનું બળ તો જુઓ. આ હરણ ( રૂપસેનને જીવ) કેવળ મનના વિચારો તથા કલપનાઓથી જ કર્મબંધ કરી મન, વચન તથા કાયાના યોગથી હેરાન હેરાન થઈ ભાભવ ૨ખડવા છતાં પોતાના કર્મોની સકામ નિજર કર્યા સિવાય અકાળે મરણ પામ્યો છે. જે સ્ત્રી માટે તે બિચારા ભવોભવ વર્ણવી ન શકાય તેવા દુઃખોને સહન કરે છે, તે જ સ્ત્રો હર્ષથી તેનું માંસ અત્યારે ખાઈ રહી છે, અસાર સંસારના આવા મહ તથા અજ્ઞાન જન્ય સંગે તથા બંધનોને ધિક્કાર છે” આમ બેલી માથું ધૂણાવતા તે મુનિ આગળ ચાલ્યા. આ અવસરે તે ઉદ્યાનમાં પિતાના મહેલના દ્વાર ક. 12 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust