________________ 0 0 0 0 0 0 પુણ્યશાલીને પગલે પગલે... : 138 બીજું કાંઈ ન સમજીએ. અમને અમારી મિલકતનો ભાગ આપી દ્યો.” સત્ત્વશીલ ધન્યકુમાર આ પ્રમાણે પિતા-પુત્રોની વચ્ચે. કલહનું મૂળ કારણે પોતાને સમજી લક્ષ્મીથી ભરેલ તે ઘરને ત્યજીને ત્યાંથી નીકળી પડ્યો. પ્રયાણસમયે સારા શુકન પક્ષીઓના સંવરે, સારા શબ્દો તથા શુભ ચેષ્ટા વગેરેથી ઉત્સાહી બની તેને વધાવી લઈને તે મગધદેશ તરફ ચાલી નીકળે. જુદા જુદા ગામ, નગર, વન, વાડી વગેરેને ડગલે. ને પગલે જેતે અને સિંહની માફક નિભીકપણે એકલો જતો તે આગળ ને આગળ ચાલ્યો. આગળ જતાં ગંગાતીરે અશોક વૃક્ષની નીચે શાન્ત તથા ઈન્દ્રિયોના સંયમવાળા સર્વ ગુણના ભંડાર, ધર્મની ખાણ જેવા તથા અદ્ભુત રૂપવાળા બે મુનિઓને તેણે જોયા.. ચંદ્રોદય વખતે ચકોરને, મેઘને જોતાં જેમ મોરને અને સ્વામીનાં દર્શન થતાં જેમ સતી સ્ત્રીને આનંદ થાય છે. તેમ હર્ષથી ભરપૂર હદયવાળ ધન્યકુમાર ચિંતવવા લાગ્યો. અહો! મારાં ભાગ્ય હજુ તપે છે કે જેથી આવા ઘર વનની અંદર કે જયાં મનુષ્ય આવે પણ નહિ ત્યાં અણચિંતવ્યા ચિંતામણિ રત્નથી પણ અધિક એવા પુણ્યવાન મુનિરાજનાં મને દર્શન થયાં. આજ દિવસ સફળ થયે. આજે કંઈ શુભ શુકન થયા હશે કે જેથી ઉનાળાની. ગરમીમાં તૃષાતુર થયેલા પ્રવાસીને જેમ માનસ સરોવર મળે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust