________________ 0 0 0 0 0 પુણ્યશાલીને પગલે પગલે નિશાન : 143 વિષયોને બહુજ આસક્તિથી સેવે છે, તે જ વિષયો અન્ય શરીરમાં બીજા ભવમાં પરંપરાએ વૃદ્ધિ પામીને દશ ગણ, સો ગણું, હજાર ગણ, લાખ ગણા, કરોડ ગણા કે તેથી પણ વધારે ગણા પ્રતિકૂળ સહન થઈ શકે તેવા, વર્ણવી અથવા કલપી પણ ન શકાય તેવાં દુખે તેને દે છે. આ દુખોને અનુભવ કેવળી સિવાય બીજા કોઈને આવી શકતું જ નથી. કેઈથી તેનું વર્ણન થઈ શકે તેમ નથી. વિષયોને પરવશ થયેલ આત્મા ભવની અરઘટ્ટઘટિકામાં પડે તેમાં નવાઈ પણ શી? કારણ કે “કરે તેવું પામે” એ જગતનો નિયમ છે. પરંતુ નવાઈ જેવું તે એ છે કે વિષયે ઉપભોગ કર્યો સિવાય ફક્ત સ્મરણ માત્રથી પણ જીવને દુર્ગતિમાં અનેક પ્રકારની વ્યથાઓ આપીને તેને અતિ દુઃખી કરે છે. આને અંગે એક કથા હું કહું છું તે તું સાંભળ.” 0 વિષય વિષ જેવા છે, કષાયો ચંડાળ જેવા છે, વિકથા ડાકણ જેવી છે, નિદ્રા ભાન ભૂલાવનારી છે અને વ્યસન આપત્તિ આપનારા છે. માટે જ આ પાંચે પ્રમાદ છવને ઘોરાતિઘોર નરકમાં લઈ જનાર છે. 0 આ સંસારની બધી જ સામગ્રી, યાવત આ શરીર અને ઈન્દ્રિયો પણ આત્માને પકડીને નરકનિગોદમાં લઈ જનારી છે. 0 સંસારની સારી ચીજ માત્ર આત્માને સંસારમાં રખડાવનારી છે, આત્માને પાયમાલ કરનારી છે. M P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust