________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસન : 153 અને સર્વ વાત સમજી જઈને તેણે વિચાર્યું કે, “આ યુવાન દમ્પતીને વિલાસ જોઈ યૌવનનો ઉદય થવાથી તેનાં ચિત્તમાં વિકૃતિ થઈ જાય છે, અને પિતાને પણ આવું -સુખ ક્યારે મળશે? તે સંબંધી ચિંતામાં તે પડી લાગે છે.” - પછી તેણે સ્મિત કરી મીઠા શબ્દોથી સુનંદાને કહ્યું, સ્વામિની! આ તમે જૂએ છે તે તમને ગમે છે કે નહિ ?" આમ બે ત્રણ વાર પૂછવાથી સુનંદા પણ જરા હસીને એક દીર્ઘ નિઃશ્વાસ નાખીને બોલી; “સખી ! મહારા ‘ભાગ્યમાં આવું સુખ કયાંથી?” જવાબમાં તેની સખી વસંતે કહ્યું, “આવાં દીન વચન ન બોલો! હમણાં જ માતા પાસે જઈ, તમારા વિચાર જણાવીને, થોડા દિવસમાં જ તમારાં દુઃખનો અંત લાવી તમને સુખસાગરમાં મૂકી દઈશ. આમ મનમાં ને મનમાં શું મૂંઝાવ છે?” વસંતનું આ કહેવું સાંભળી સુનંદા બોલી; “સખી, હમણાં મા પાસે કાંઈ વાત કરતી નહિ. મને આ વાતની બહુ શરમ લાગે છે. ધીમે ધીમે યુક્તિ પ્રયુક્તિથી જણાવી દિઈશું, હમણાં નહિ.' - “બહેન ! અહિથી ચાલે જેમ જેમ તમે આ વધારે -વાર જોશો તો તેમ તેમ તમારું દુખ વધતું જશે; માટે નીચલે માળે જઈ તમારું દુઃખ ટાળવાનો ઉપાય કરીએ. આ પ્રમાણે કહી સુનંદાને હાથ પકડીને વસંત તેને નીચે લાવી, ને બજાર તરફ પડતી બારી પાસે જઈને તેઓ બજાર તરફ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust