________________ 1 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 159 પ્રિયતમ રૂપસેન સાથે મારે સંયોગ થાય તો કેવું સારું?” તે પોતાની સખી વસંતને કહેવા લાગી; “ગમે તેમ કરીને રૂપસેન પાસે જઈને મહોત્સવની વાત કરીને અમારા બન્નેના મેળાપનો સમય આ પ્રમાણે જણાવી આવ;” કે, “કૌમુદી મહોત્સવના દિવસે રાત્રિમાં કોઈ પણ મનુષ્ય નગરમાં હશે નહિ, તેથી તમે શરીરના રોગનું કારણ બતાવી તે દિવસે ઘેર જ રહેજો; હું પણ કાંઈક યુક્તિ કરીને રાજમહેલમાં જ રહીશ. પછી રાત્રિ એક પ્રહર જેટલી જશે, એટલે મારા નિવાસની પાછલી બારીમાંના નિર્જન સ્થાન તરફ એક મજબૂત ગાંઠ સહિતનું દોરડું હું ટીંગાડીશ. તમારે તેનું આલંબન લઈને ઉપર ચડી આવી મારા આવાસને જરૂર પાવન કરો. બહુ દિવસ થયા મળવાને આતુર આપણા બંનેનો સંયોગ એ રીતે થઈ શકશે. લાખ સોનિયાથી પણ દુલભ આ દિવસ છે, માટે ભૂલતા નહિ.” આ રીતે ચોક્કસ કરીને પાછી આવજે.” સખીએ ત્યાં જઈ રૂપસેનને તે સર્વ વાત કહીને બધું નિશ્ચિત કર્યું. રૂપસેને પણ લાંબા સમયથી ઈચ્છલ સુખકારી, સંગના નિર્ણયની વાત સાંભળી હર્ષથી રોમાંચિત થઈ તે વાત કબૂલ રાખી. પછી તે પિતાના ઘેર ગયો. સખીએ સુનંદા પાસે જઈ સર્વ વાત કરી. સુનંદા પણ તે વાતથી રાજી થઈ મનમાં પ્રિયતમના સુખદ સંગની મને રથમાળા ગૂંથવા લાગી. એ રીતે માંડ માંડ પાંચ દિવસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust