________________ 16 : કથીરત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 રાણ પણ સ્વસ્થ થઈને મહત્સવમાં આનંદથી ભાગ લેવા લાગી. આ બાજુ સુનંદાને મળવામાં ઉસુક રૂપસેન શરીરની અવસ્થતાના બહાનાથી પિતા વગેરે કુટુંબને છેતરી એ ઘેર રહ્યો. સુનંદાને મળવાના વિચારોના તરંગોમાં ઉછળતા રાત્રિને પહેલો પ્રહર પૂર્ણ થતાં બરાબર શરીરને શણગારીને ઘરનાં બારણાં બરાબર બંધ કરી સુનંદાને મળવા તે ચાલી નીકળે. રસ્તામાં વિવિધ વિચારોની તરંગમાળા તેના હદયમાં ચાલવા લાગી; “ધન્ય મારી આ રાત્રિને કે જયારે મન, વચન તથા કાયાથી પ્રેમમાં એકતાન થઈ ગયેલ રાજકુમારીને મને મેળાપ થશે. જે સુખ મૂર્ખ માણસને આખા જન્મારાના સહવાસથી પણ ન મળી શકે તે સુખ ચતુર માણસ એક ઘડીમાત્રના સંયોગમાં મેળવી શકે છે, એ વાત નિર્વિવાદ છે. સુનંદા ચતુર છે, હાવ, ભાવ, કટાક્ષ, વકૅક્તિ વગેરેથી તે મારા હૃદયને આનંદિત કરશે. અને અરસપરસના વિરહથી થતાં દુઃખને મીઠા વચનરૂપી અમૃતનું સિંચન કરીને શમાવી અમે અપાર આનંદભેગવીશું.' આવા આવા અનેક પ્રકારના વિચારોના આતધ્યાનમાં રાત્રિ તથા રાગ એ બંનેના અંધકારમાં તેને જ સંભારતા ચાલ્યો જતો હતે. તેવામાં નધણિયાતી, વર્ષાદના પાણીથી પડુ પડું થઈ ગયેલી, સમારકામથી વંચિત કઈ મકાનની ભીંત દેવયોગે તેના ઉપર તૂટી પડી. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust