________________ 164 H કથારત્ન મંજૂષા : ભાગ-૧ 0 0 0 0 0 0 મેં દીવે ઓલવી નાખે છે. આ વાતને ઘડી અધઘડી થઈ અને હમણું તેની આંખો જરા મળી છે, તેથી હાલ તેને તબિયતના સમાચાર પૂછાય તેમ નથી. હાલ તો તમે ઊંચે સ્વરે બાલશે પણ નહિ; વળી તે સુખેથી નિદ્રા લે છે, તેથી હાલ તે તેના ખંડમાં પણ જશે નહિ, જ્યારે તે જાગે ત્યારે કુશળ સમાચાર પૂછી શકાશે.” આ હકીકત સાંભળીને એક દાસી બોલી કે, “ચાલો. આપણે મહારાણીના આવાસમાં જઈ આવીએ, ને મહારાણુએ કહેલ કામ કરીને પાછા વળતાં સુનંદાના સમાચાર પૂછતાં જઈશું.” આમ કહી તે દાસીઓ ચાલી ગઈ. આ તરફ પેલે જુગારી સુનંદાની શયામાં પડ્યો હસ્તાદિકના સ્પર્શથી કામાતુર થઈ પહેલ વહેલાં જ સંભોગ કરવા લાગ્યો. સુનંદાએ વિચાર્યું; “ઘણા દિવસથી આતુર થઈ રહેલ આ મારા પ્રિયતમને અટકાવ પણ કઈ રીતે? ભલે. તે પોતાની ઈચ્છા પૂર્ણ કરે, મારે વિરહાગ્નિ પણ શાંત થશે. રસિકતા ભરી પ્રેમગોષ્ઠી વળી પ્રસંગ મળતાં કરીશું કદાચ જે તે દાસીઓ આવી પહોંચે તે પાછું વિશ્ન આવશે.” આમ વિચારી તે કાંઈ બેલી નહિ. તે મજબૂત કાયાવાળે ધૂર્ત જુગારી ઈચ્છાનુસાર વિષય સુખ ભોગવી નિવૃત્ત થયે. તે અવસરે રાણીની દાસીઓ સમાચાર પૂછવાને આવતી હતી. તે જોઈને વસંત દોડતી અંદર આવી. સુનંદાને કહેવા લાગી; “તમે તમારા પ્રિયતમને હમણાં તે તરત જ જવા દ્યો.” એટલે સુનંદાએ મહાબલને (રૂપસેન માનીને) P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust