________________ 168 : કારત્ન મંજાષા : ભાગ-૧ : 0 0 0 0 0 0 - ઘરનાં બારણે તાળું જઈ તેણે વિચાર્યું; “કઈ ખાસ કામ માટે અથવા શરીરનાં કારણે રૂપસેન બહાર ગયા હશે.” ઘડી બે ઘડી થતાં પણ તે પાછો ન ફર્યો તેથી ભાઈ, કાકા વગેરે સંબંધીઓ તથા નેકરે ચિંતા કરતા તેને શોધવા માટે અહિં તહિં નગરમાં તપાસ કરવા લાગ્યા, પણ કોઈ ઠેકાણેથી તેને પત્તો મળ્યો નહિ. એટલે ભાઈ ભાંડુઓ તથા સંબંધીઓ ભારે દુઃખથી પીડાતા તેને શેધવા માટે આખું નગર અને ઉદ્યાન વગેરેના ખૂણે ખૂણા જોઈ વળ્યા, પણ રૂપસેનની બિલકુલ ભાળ મળી નહી. રૂપસેનના પિતાએ લુહાર પાસે ઘરનું તાળું તેડાવીને શેકથી ભરપૂર દિલે પત્ની, નેકર, વગેરેને દાખલ કર્યા અને પિતે પુત્રની ચિંતા કરતે રાજકારે ગયે. દીર્ઘ નિઃશ્વાસ નાખત તથા આંસુઓ પાડતો તે રાજાને નમીને ઊભે રહ્યો. રાજાએ તેને આ સ્થિતિમાં જોઈ પૂછયું, “હે શ્રેષ્ઠી! તમારે એવું મોટું શું દુઃખ આવી પડયું છે? તે શાંતિથી કહા કે જેથી હું તમારું દુઃખ દૂર કરી શકું. તમે તે મારા નગરની શોભા છો, તથા મારા હૃદયને અતિ પ્રિય. છે. તમારું દુઃખ જોઈને મને પણ બહુ દુઃખ થાય છે.” પછી ફાટ ફાટ થતા હૃદયે શેઠે સર્વ હકીકત રાજાને કહી સંભળાવી. રાજા પણ તે સાંભળી બહ દુઃખી થયો. રાજાએ તેમને વૈર્ય રાખવા કહ્યું અને પિતાના સેવકને બેલાવી, નગરના દરેક સ્થળોમાં, ઉપવનમાં તથા સો સો ગાઉ સુધી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust