________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન : 167 તેના મારથી રૂપસેનનાં અંગે અંગના ચૂરા થઈ જતાં તે મરણ પામી ઋતુ સ્નાનથી એક જ દિવસ થયા નિવૃત્ત થયેલી સુનંદાની કૃપમાં પેલા જુગારીઓ કરેલ સંગથી ગર્ભ પણે ઉત્પન્ન થયે. [] | વિષયોની ગતિ વિચિત્ર છે. હજારે જાતના વેરવાળે શત્રુ જે દુઃખ આપી શકતો નથી, તે દુઃખ વિષયો આપે છે, વિષય અને વિષમાં આ માટે ફેર છે કે વિષ તો ખાઈએ ત્યારે જ હણે છે, પણ વિષયનું તે સ્મરણ પણ માણસને નાશ કરે છે. સખીઓ ચાલી ગઈ એટલે સુનંદા પોતાના પડી ગયેલા અલંકાર વગેરે શોધવા લાગી. તેમાંથી થોડાક મળ્યા અને કેટલાક મળ્યા નહિ, તેણે વિચાર્યું કે, “મારા પ્રાણપ્રિય તેને તૂટી ગયેલા જાણી સમારવા લઈ ગયા હશે. તે સમા કરાવીને પાછા મોકલશે. વળી વિચાર આવ્યો કે; “એમ હતું તે પછી સઘળાં શાં માટે ન લઈ ગયા?”, સખીએ કહ્યું કે, “સખીઓ આવી પહોંચવાથી ઉતાવળમાં જે હાથમાં આવ્યું તે લઈ ગયા જણાય છે. આવતી કાલે તેની તપાસ કરીશું " આમ વાત કરતાં તેઓ નિદ્રાધીન થઈ ગયા. ઉદ્યાનમાં રાત ગાળીને સવાર થતાં નગરવાસીઓ તથા રાજા પિતપતાના ઘેર પાછા આવ્યા. રૂપાસેનને બાપ પણ કુટુંબ તથા ચાકરો સહિત ઘેર પાછો આવ્યો. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust