________________ 158 : કથારત્ન મંજૂષા : ભાગ–૧ 0 0 0 0 0 0 સર્વ વાત કહી બતાવી. તે સાંભળી સુનંદા હર્ષ સાગરમાં ‘ડેલવા લાગી. - તે દિવસથી રૂપસેન હમેશાં ત્યાં આવી દષ્ટિમેળાપ કરવા લાગ્યો; સુનંદા પણ રાગરૂપી પત્થર ઉપર ઘસીને તીર્ણ બનાવેલા કટાક્ષરૂપી તીરોથી કુમારના કમળ જેવા કોમળ શરીરને વ્યથા ઉપજાવવા લાગી. રૂપસેન પણ આમાં જ સર્વ સુખ સમાયેલું છે તેમ મેહની પરવશતાથી માનતા સુનંદાના ગાઢ પ્રેમમાં રંગાઈ તેનું જ સ્મરણ કરતો દિવસે પસાર કરવા લાગ્યો. આમ દિવસે ઉપર દિવસે વીતવા લાગ્યા. એટલામાં -નગરમાં કૌમુદી મહત્સવનો દિવસ આવી પહોંચતાં કનકધ્વજ રાજાએ સમગ્ર નગરમાં જાહેર ઉદ્દઘોષણા કરાવી કે, “શરદ પુનમને મહત્સવ આવી રહ્યો છે. તે દિવસે જેનાં શરીરમાં દુઃખ, વ્યાધિ કે વૃદ્ધતા ન હોય તેવા સર્વ લોકોએ - રાત્રીના સમયે નગરની બહાર દરેક વર્ષે જે જગ્યાએ મહો- ત્સવ થાય છે, ત્યાં જરૂર આવવું. જે નહિ આવે તે રાજાની આજ્ઞાન ભંગને અપરાધી થશે.” આ પ્રમાણે ઉલ્લેષણ સાંભળી નગરવાસીજને મહોત્સવની સામગ્રીની તૈયારી કરવા * લાગ્યા, - સુનંદા પણ પિતાનાં માણસ પાસેથી તે હકીકત સાંભળીને મનમાં વિચારવા લાગી; “અહો ! મારે મરથ સફળ - થવાનો દિવસ પણ આવી લાગ્યો ખરે. જે તે દિવસે મારા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust