________________ 0 0 0 0 0 0 0 0 સુનંદા અને રૂપસેન H 157. કહેવા લાગ્યો કે, “હે સુંદર બ્રમરવાળી સ્ત્રી! તે તે પુરૂ ને ધિક્કારનારી છે, એમ વાત ચાલે છે, તો પછી મારા ઉપર તેનો આવો ગાઢ પ્રેમ કેમ સંભવી શકે ?" વસંતે. કહ્યું હે ભદ્ર! તમારાં દર્શન માત્રથી, જેમ પાણીમાં માછલી. ડૂબે તેમ તે તમારા પ્રેમમાં ડુબી ગઈ છે અને તમારું ધ્યાન ધરતી તમારી જ વાત કર્યા કરે છે. તે સિવાય તેને બીજું કાંઈ ભાન નથી. તે રાજકુમારીએ પોતાનાં હાથેથી બનાવીને આપેલું આ પાનબીડું સ્વીકારો અને આજથી હમેશાં છેવટે એક વાર પણ તમારાં દર્શન આપવાને કાલ મને આપો.' રૂપ, ધન, યૌવન તથા ચાતુર્યથી મદમત્ત તે રૂપમેન રાજકુમારીની પ્રાણપ્રિય સખીના શબ્દો સાંભળી પ્રેમપાશથી બંધાઈને ચિંતવવા લાગ્યા, “જે રાજકુમારી પુરૂષનાં નામ. માત્રથી ગુસ્સે થતી તે પોતાની મેળે જ મારા ઉપર આટલી આસકત થઈ છે, તો પછી તેનો ત્યાગ કઈ રીતે કરી શકાય? અબળાની પ્રાર્થનાને બળથી કઈ રીતે તિરસ્કાર કરી શકાય?” આમ વિચારીને તેણે કહ્યું, “હે સુભુ! જે કુમારી સુનંદાને ખરેખર જ આવે અભુત મારા ઉપર પ્રેમ છે,. તે પછી મારે પણ તેના ઉપર સાચા ભાવથી પ્રોતિ રાખવી. જોઈએ. જેટલી તેની આતુરતા છે, તેટલી મારી પણ છે તેમ સમજવું. આજથી હંમેશાં છેવટે એકવાર તો જરૂર અહીં આવી જઈને હું તેને દષ્ટિ દ્વારા તે મળીશ. આ પ્રમાણે કહી પાનબીડાને સ્વીકાર કરી તેણે વસંતને કોલ આપ્યો. સખીએ કુમારનું વચન લઈને સુનંદા પાસે જઈ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust